એક યુગલ તેમના મિત્રોને મળવા માટે તેમની કારમાં જઈ રહ્યું હતું. વચ્ચે કાદવકીચડવાળા રસ્તામાં અધવચ્ચે જ ગાડી બંધ પડી ગઈ. બેઉએ ધક્કા મારીને ગાડીને સીધા રસ્તા ઉપર લાવવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ સફળતા મળી નહિ. એટલીવારમાં એક ખેડૂત તેના બળદગાડા સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે યુગલને ઓફર કરી કે તે ૫૦ ડોલરમાં તેમની કારને કાદવમાંથી બહાર લાવી દેશે. પતિએ ખેડૂતની ઓફર સ્વીકારી લીધી અને કાર બહાર નીકળી ગઈ. કામ પતી ગયા પછી ખેડૂતે બડાઈ હાંકતાં કહ્યું, ‘આજે તમારી આ દસમી કારને મેં મદદ કરી છે.’
પેલા પતિએ આજુબાજુ નજર ફેરવીને ખેડૂતને પૂછ્યું, ‘તો પછી તમારાં ખેતરોમાં કામ કરવાનો તમે સમય કેવી રીતે કાઢો છો?’
ખેડૂતે કહ્યું, ‘સમય બચતો જ નથી! દિવસે આમ અહીં ફસાયેલાં વાહનોને ખેંચી કાઢું છું અને રાત્રે આ ખાડાઓમાં પાણી ભરતો હોઉં છું!’
(ભાવાનુવાદ)
-વલીભાઈ મુસા
Courtesy : Ba-bamail
રાત્રે આ ખાડાઓમાં પાણી ભરતો હોઉં છું!’ મૂળ તો પાણી વિષે ખેડૂતો અતિશય બેદરકારી રાખે છે. કૂવાતળાવ જેમાંથી પીવા રાંધવાનું પાણી લેવામાં આવે તે સ્વચ્છ જ હોવાં જોઈએ. તેમા પાંદડાં ન હોવા જોઈએ. તેમાં નવાય નહિ, તેમાં ઢોર નવરાવાય નહિ, તેમાં લૂગડાં ન ધોવાય. આમાં પણ થોડી પ્રથમની મહેનતનું જ કામ છે. કૂવો સાફ રાખવો એ તો સહેજ વાત છે. તળાવ સાફ રાખવું તેથી જરા કઠિન છે. પણ લોકો કેળવણી પામે તો સહુ સહેલું છે. બગડેલું, મેલું થયેલું પાણી પીતાં સૂગ ચડે તો આપણે પાણીની સ્વચ્છતાના નિયમો સહેજે જાળવી શકીએ. પાણી હમેંશાં જાડા અને સ્વચ્છ કપડામાં ગાળવું જોઇએ.
એક ડોશી એક મેજ સાફ કરતી હતી. સાબુથી ધુએ ને મસોતાથી લૂછે, એટલે મેજ કેમ સાફ થાય જ નહિ. ડોશી સાબુ બદલે, મસોતાં બદલે, પણ મેજ તેવો ને તેવો. કોઈએ કહ્યું, “ડોશીમા, મસોતું બદલી સાફ કપડું લો તો હમણાં મેજ સાફ થાય.” ડોશી સમજ્યાં. તેવી રીતે આપણે મેલા કપડાથી ગાળીએ કે લૂછીએ તેના કરતાં ન જ ગાળીએ તો પણ ચાલે.
જગતના તાતની આવી રમુજ કરશો તો વિરોધ માટે મીલીયન $ ઠલવાશે!
અને આવી રમુજે. !!
LikeLike