મનભાવન જોક્સ – ૪૩ : જ્યોતિષ

જન્મપત્રિકા લઈને બાબુલાલ જ્યોતિષી પાસે ગયા અને પોતાનાં દુ:ખો જોવાનું કહ્યું.

જ્યોતિષીએ પત્રિકા હાથમાં લઈને કહેવાનું શરૂ કર્યું : ‘તમારી પત્નીનું નામ ચંપા. તમારે બે સંતાન છે. મોટો પરણી ગયો અને નાનો બાકી છે. તમારા ઘરમાં ગયા અઠવાડિયે ૩ કિલો ખાંડ અને ૫ લિટર કેરોસીન આવ્યું હતું. બરાબર ને, બાબુલાલ?’

બાબુલાલ તો જ્યોતિષીના પગે પડી ગયા અને કહ્યું, ‘આપ તો મોટા જાણકાર છો!’

જ્યોતિષી : હવે બીજી વાર આવો તો જન્મપત્રિકા લાવજો, રેશનકાર્ડ નહિ, હોં કે!

સૌજન્ય : જયેશ મેવાડા (ફેસબુક)

2 thoughts on “મનભાવન જોક્સ – ૪૩ : જ્યોતિષ

  • જયોતિષી : તારી હસ્તરેખા કહે છે કે, તારા ઘરની નીચે ઘણું ધન છે,
   પણ તે ધન તને કોઈ ઉપયોગમાં નહિ આવે.
   રાજુ : એકદમ સાચી વાત, પંડિતજી.
   મારા ફ્લેટની બરાબર નીચે બેંક છે.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s