એક ટ્રેનીંગ પોલીસ ઓફિસર ડિટેક્ટિવ બનવા માટેના ત્રણ આખરી ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. ત્રણેયને પાંચ પાંચ સેકંડ માટે એક ફોટો બતાવવામાં આવ્યો અને વારાફરતી પૂછવામાં આવ્યું, ‘આ એક ગુનાહિત માણસનો ફોટો હતો. તમને તે બતાવવામાં આવ્યો છે. હવે ભાગતાફરતા એ માણસને તમે કઈ રીતે ઓળખી પાડશો?’
પહેલો ઉમેદવાર : એ માણસને એક જ આંખ છે અને તે તરત જ પકડાઈ જાય.’
બીજો ઉમેદવાર : તેને એક જ કાન છે અને તે આસાનીથી પકડાઈ જાય.
ત્રીજો ઉમેદવાર : તેણે કોન્ટેક્ટ લેન્સ પહેર્યા છે, જે તેની ચોકસાઈ કરવા માટે સહાયક બની શકે.
ઓફિસર ત્રીજા ઉમેદવારનો જવાબ સાંભળીને નવાઈ પામ્યો અને તરત જ કમ્પ્યુટરમાં તેની હિસ્ટ્રી તપાસીને જોયું તો સાચે જ એ કોન્ટેક્ટ લેન્સ પહેરતો હતો.
ઓફિસરે પૂછ્યું, ‘તને ફોટો માત્ર જોવાથી કઈ રીતે ખબર પડી કે તે કોન્ટેક્ટ લેન્સ પહેરે છે?’
એ ત્રીજા ઉમેદવારે ગર્વભેર કહ્યું, ‘સાવ સીધી વાત છે કે જ્યારે તેને એક જ કાન હોય તો તે તેનાં ચશ્માંને સ્થિર કઈ રીતે રાખી શકે?’
ઓફિસર : તો તમે પણ આ બીજા ઉમેદવારની જેમ એમ જ માનો છો કે તેને એક જ કાન છે, ખરું ને?’
‘જી હા.’ તેણે કહ્યું.
પછી તો ઓફિસરે એ ત્રણેયને એક સાથે સંબોધતાં કહ્યું, ‘તમે ત્રણેય ઇડિયટ છો. તમને બતાવેલો ફોટો એ પ્રોફાઈલ ફોટો છે, નહિ કે પોર્ટ્રેઈટ! પ્રોફાઈલ ફોટો સાઈડમાંથી લેવાય, જેમાં એક કાન અને એક આંખ જ દેખાય! ત્રણેય ભાગો, નહિ તો હું તમને ધીબી નાખીશ.’
(સંવર્ધનસહ ભાવાનુવાદિત)
સૌજન્ય : બા-બામેઈલ
* * *
’તમે દહે જણા પેલા ડૂબી મરેલા અવગતિયા તો નથં કે !’
’એ કુંણ વળી ?’
’દહ માથોડાં નદીમું હઉના વરાડે એક આવે ઈમ કેઈનં ડૂબી મર્યા’તા તીં વળી !’
(નદીમાં દસ માથોડાં પાણી હતું. દરેકના ભાગે એક એક માથોડું પાણી આવે, એમ સમજીને દસેય જણાએ નદીમાં ઝંપલાવ્યું અને દસેય જણા ડૂબી ગયા!)
[તાંહળે તાંહળે પીજો ! (હાસ્યકાવ્ય – વલીભાઈ મુસા)નો એક અંશ]
આખું કાવ્ય “તાંહળે તાંહળે પીજો !“ વાંચવા માટે અહીં ક્લિક કરી શકો છો.
-વલીભાઈ મુસા