હાસ્યમોતીની કંઠમાળા – ૭

(૭) મારા કાર શોરૂમમાં એક યુગલે આવીને એક કાર પસંદ કરી લીધી. અમારી વચ્ચે ભાવની રકઝક એક આંકડાએ અટકતાં મેડમ બોલી ઊઠ્યાં, ‘અમે મર્યાદિત આવક ધરાવતાં હોઈ આટલી ઊંચી કિંમત અમને નહિ પોષાય.’ છેવટે મેં ક્વોટેશન ઉપર જ્યારે મારો આખરી ભાવ લખી નાખ્યો, ત્યારે મેડમે તેને વાંચવા માટે હાથ લંબાવતાં મારી નજર તેમની આંગળી ઉપરની મુલ્યવાન હીરાની વીંટી ઉપર પડી. મેં તરત જ તેમને આવી સુંદર વીંટી પહેરવા બદલ અભિનંદન આપ્યા કે તરત જ પેલા મહાશયે ક્વોટેશન પેપર ઉપર સોદો મંજૂર હોવા બદલની સહી કરતાંકરતાં પેલાં મેડમને સંબોધીને ધીમા અવાજે ગણગણાટ કર્યો, ‘તારે વીંટી ઘરે મૂકીને નહોતું આવવું જોઈતું, ગાંડી !’ (Brad Macomber – RD)

-વલીભાઈ મુસા (અનુવાદક)

(Abridged, adapted, summarized, edited  and translated  from “‘Reader’s Digest”(July – 2001) – All credit goes to ‘Copy Right’ possessors.)

2 thoughts on “હાસ્યમોતીની કંઠમાળા – ૭

Leave a comment