હાસ્ય હાઈકુ – ૭

ભર નિદ્રાએફરી ગયાં પડખું!કર્યા શું કિટ્ટા! (૭) જો કોઈ હાઈકુકાર હાસ્યહાઈકુઓ રચવા માટેનો કાચો માલ મોટા જથ્થામાં મેળવવા માગતો હોય તો ‘મધુર દાંપત્યજીવન’ એ મોટી ખાણ ગણાય છે. અહીં હાસ્યાસ્પદ જીવનના પ્રસંગો, કટાક્ષો, શબ્દચિત્રો, ઘર બહારનાં અને ક્વચિત્ ઘરની અંદરનાં ટીખળો, રમૂજો, રિસામણાં, મનામણાં વગેરે... વગેરે... અત્ર, તત્ર, સર્વત્ર વેરાયેલાં પડ્યાં હોય છે. આ હાઈકુની … વાંચન ચાલુ રાખો હાસ્ય હાઈકુ – ૭

હાસ્ય હાઈકુ – ૬

ધૂમ્રપાનનીઘૃણા તને! ફૂંકતીતુંય શિયાળે! (૬) વિશ્વભરમાં ધૂમ્રપાન-નિષેધની ઝૂંબેશ તો જોરશોરથી ચાલી રહી છે, પણ અહીં એ કુટેવનો કોઈ દુષ્પ્રચાર નથી; પણ બીજી જ કોઈક વાત અભિપ્રેત છે! મોટા ભાગના ઠંડા મુલક કે ઉષ્ણ પ્રદેશના કાતિલ ઠંડીવાળા શિયાળામાં માણસ બોલે ત્યારે મોંઢામાંથી વરાળ નીકળતી હોય છે. અહીં ધૂમ્રપાનનો વ્યસની પોતાની બચાવપ્રક્રિયા (Defence mechanism) અજમાવતાં હાઈકુનાયિકાને મજાકમાં … વાંચન ચાલુ રાખો હાસ્ય હાઈકુ – ૬

હાસ્ય હાઈકુ – ૫

ગાલે  હથેલીપ્રિયે, અતીત  ખ્યાલેકે દાઢ કળે? (૫) જ્યારે વ્યક્તિ વીતી ગયેલા સમયને વાગોળવા બેસે, ત્યારે સહજ રીતે તેની આંગિક ચેષ્ટા ઉપર પ્રમાણે થઈ જતી હોય છે. કાવ્યનાયિકાને ગાલ ઉપર હથેળી દબાવીને બેઠેલી જોઈને કાવ્યનાયક તેણીની મજાક કરી લેવાનું ચૂકતા નથી અને પૂછી બેસે છે કે ‘પ્રિયે, તું અતીતના ખ્યાલે ખોવાઈ ગઈ છે કે પછી તારી … વાંચન ચાલુ રાખો હાસ્ય હાઈકુ – ૫

હાસ્ય હાઈકુ – ૩ અને ૪

ભોંય પછાડે,કદલીફલ ત્વચાભલભલાને! (૩) *** શ્વાનમાદાએહડકવા વોર્ડે જપ્રસવ્યાં બચ્ચાં! (૪) પહેલા હાઈકુમાં ભદ્રંભદ્રીય શબ્દો ‘કદલીફલ’ અને ‘ત્વચા’ના અનુક્રમે સરળ શબ્દો ‘કેળું’ અને ‘છાલ’ જાણ્યા પછી જ સામાન્ય વાચકને ક્દાચ બીજી વાર હસવાનું થાય! અહીં હાઈકુકાર એ અઘરા શબ્દોને સભાનપણે એટલા માટે પ્રયોજે છે કે કોઈ પ્રખર પંડિતને એ વાંચીને થોડી ગલગલી થયા વિના રહે નહિ! … વાંચન ચાલુ રાખો હાસ્ય હાઈકુ – ૩ અને ૪

હાસ્ય હાઈકુ – ૨

દેવુની પારૂપ્લાસ્ટિક સર્જરીથીઘાવ રૂઝાવે! (૨) ખુલાસાબંધ....? : આ હાસ્યહાઈકુ જ એવું છે કે હાથ જોડીને અતિ વિસ્તાર માટે આગોતરી માફી માગવી પડે છે!   શાયરો કે કવિઓ ઘણીવાર તેમના શેર કે કાવ્યપંક્તિમાં તલ્મીહ (આડકતરા ઉલ્લેખયુક્ત) શબ્દો પ્રયોજતા હોય છે, જે કોઈ ઐતિહાસિક કે પૌરાણિક ઘટનાઓને અનુલક્ષીને હોય છે. હવે જો એ ઘટના કે તેના પાત્ર … વાંચન ચાલુ રાખો હાસ્ય હાઈકુ – ૨

હાસ્ય હાઈકુ – ૧

'હળવા મિજાજે'ના મહાનુભાવો (અનુભાવીઓ સમેત) જોગ ...   તાકીદભરી નરમ સૂચના કે તમે સિનિયર કે સુપર સિનિયર સિટીઝન હો તો, મહેરબાની કરીને આ હાઈકુને RCમાં જોઈ અને માથા ઉપર હાથ ફેરવી લીધા પછી જ વાંચશો. વળી મિત્રભાવે એ પણ વણમાગી સલાહ છે કે યૌવનના ભવ્યતમ ભૂતકાળને ભૂલી જવાનો પ્રયત્ન અવશ્ય કરજો, ભલે ને તેમાં સફળતા મળે કે … વાંચન ચાલુ રાખો હાસ્ય હાઈકુ – ૧