હાસ્યહાઈકુ – ૨૭

તાલીસંકેતેસ્થિર પાદ, લાગી શુંવેક્યુમ બ્રેક? ‘આ હાઈકુના સીધા પઠનમાં હાસ્યનો છાંટોય નથી અને એના વિવેચક (બબુચક!)ના પિષ્ટપેષણમાં તો કંટાળા સિવાય કંઈ જ હાથ લાગશે નહિ!’ એમ પ્રારંભે જ કહી દેવું સારું! તાજેતરમાંજ માર્ક ટ્વેઈન (Mark Twain) ની જન્મજયંતી ગઈ જેમનું આ જ મતલબનું એક વ્યંગકથન હતું – “વિનોદ અથવા રમૂજનો અભ્યાસ કરવો એટલે જીવવિજ્ઞાનના અભ્યાસમાં … વાંચન ચાલુ રાખો હાસ્યહાઈકુ – ૨૭

હાસ્યહાઈકુ – ૨૬

પડછાયોયેલઈને ચાલ્યાં, મૂકીટળવળતા! જેમનામાં નખશિખ રમૂજવૃત્તિ (Sense of humor) હશે, તેઓ જ સત્તર અક્ષરીય આ હાઈકુમાં રહેલા અતિ સૂક્ષ્મ હાસ્યને ગ્રહી શકશે. જો પગના નખથી માથાની શિખા (ચોટી) સુધી રમૂજવૃત્તિ હોવાના બદલે જો હાથના નખથી માથાની ચોટી સુધીની રમૂજવૃત્તિ કોઈનામાં હશે તો તેટલા ઓછા પ્રમાણમાં તેઓ હાસ્યને માણી શકશે. હાથપગના મોજાઓથી નખ ઢંકાયેલા હશે અથવા … વાંચન ચાલુ રાખો હાસ્યહાઈકુ – ૨૬

હાસ્યહાઈકુ – ૨૫

મેઘવિરામે,છત્તર સમેટતાં,જાણ્યું ખોવાણી! સામાન્ય રીતે ચોમાસામાં છત્રીઓ ભુલાઈ જતી હોય છે. જ્યારે વરસાદ વરસવો શરૂ થાય, ત્યારે જ આપણને આપણી ભુલાયેલી છત્રી યાદ આવતી હોય છે. પરંતુ, જગતમાં એવા પણ ધૂની માણસો હોય છે કે ધોધમાર વરસાદમાં પલળતા ચાલ્યા જતા હોય કે ઊભા ઊભા પલળતા હોય અને વરસાદ બંધ થયેથી છત્રી બંધ કરવા તેઓ ડાબા … વાંચન ચાલુ રાખો હાસ્યહાઈકુ – ૨૫

હાસ્યહાઈકુ – ૨૪

ધબકે ઉર,પડઘા ઝીલે, પ્રિયાકે સ્ટેથોસ્કોપ! સાચાં પ્રેમીયુગલોના દેહ જુદા હોય છે, તેમની છાતીઓનાં પિંજરાં પણ જુદાં જ હોય ને! વળી એ પિંજરાંની માંહ્ય આવેલાં હૃદય પણ નોખાં જ હોય, એ પણ અદ્દલ વાત! પરંતુ હાઈકુકારે પ્રિયતમ અને પ્રિયતમાનાં હૃદયોના ધબકાર તો એકરૂપ જ કલ્પ્યા છે. હૃદયના ધબકારા જાણવા માટે તબીબો સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા હોય છે. … વાંચન ચાલુ રાખો હાસ્યહાઈકુ – ૨૪

હાસ્યહાઈકુ – ૨૩

તવ ઉંબરેથૈ પગલૂછણિયુંસ્પર્શું તળિયાં! ‘દુનિયાના શાહ’ (શાહજહાં)એ પ્રેમના પ્રતીક રૂપે મોમતાજ (મીણના તાજ!) માટે કંઈક ઘુમ્મટ અને મિનારાવાળી કબર બનાવી તેવું હમણાં હાદ ઉપર વાંચવામાં આવ્યું છે! લખનારે ભલે લખ્યું; પણ અમારો વેધક સવાલ છે પેલા ‘દુનિયાના શાહ’ભાઈને, કે તેમણે પ્રજાના પૈસે કંઈક બનાવ્યું તો ખરું, પણ તેઓ પોતે મોમતાજની યાદમાં કંઈ બન્યા ખરા? ફકીર, … વાંચન ચાલુ રાખો હાસ્યહાઈકુ – ૨૩

હાસ્યહાઈકુ – ૨૨

સંસારઘાણી,વરવધૂ ફેરવેલગ્નમંડપે! હિંદુ લગ્ન પ્રસંગે અગનસાખે સાત ફેરા ફરવાના વિધિવિધાનને અનુલક્ષીને લખાયેલા આ હાઈકુમાં સંસારને ઘાણીનું રૂપક આપવામાં આવ્યું છે. એક સમયે ખાદ્ય કે અખાદ્ય તેલ માટે બળદ વડે ચલાવવામાં આવતી ઘાણીમાં તેલીબિયાંને પીલવામાં આવતાં હતાં, પરંતુ આજે તો યાંત્રિક રીતે તેલ કાઢવામાં આવે છે. લગ્નમંડપની આ અલ્પકાલીન ઘાણી વરવધૂ બંને સાથે મળીને ફેરવે છે, … વાંચન ચાલુ રાખો હાસ્યહાઈકુ – ૨૨

હાસ્યહાઈકુ – ૨૧

દૃષ્ટિકેમેરે,થઈ ફ્લેશગન તું,આંજે મુજને! Photographyના ગુજરાતીમાં ભાષાંતરીય અને ભદ્રંભદ્રીય શબ્દો થાય ‘છબિકલા’ કે ‘તસ્વીરકલા’. રોજિંદાં ઉપયોગી અવનવાં ઉપકરણોમાં ક્રાંતિકારી પરિવર્તનો આવતાં જાય છે. સ્ટુડિયોમાં કેમેરાથી ફોટોગ્રાફ લેવાતો હોય તો લાઈટની વ્યવસ્થા હોય, પરંતુ Outdoor ફોટોગ્રાફીમાં કેમેરા સાથે ફ્લેશગન જોડાયેલી હોય છે. ફોટો લેતી વખતે ક્લિક કરતાંની સાથે જ ફ્લેશગનનો ઝબકારો થાય અને પરિણામે જેનો ફોટો … વાંચન ચાલુ રાખો હાસ્યહાઈકુ – ૨૧

હાસ્યહાઈકુ – ૨૦

ના અભણ તું!થૈ લહિયો, લખતો,હા, પ્રેમપત્ર! જી હા, ઇશ્ક એ નશો છે! પછી એ હકીકી હોય કે મિજાજી! અહીં આ હાઈકુમાં તો મિજાજી જ સમજવાનો રહેશે, કેમ કે અહીં પ્રેમપત્ર લખવા-લખાવવાની વાત છે! ઇશ્કે હકીકી એ તો એવો દિવ્ય પ્રેમ છે કે જ્યાં માત્ર અનુભૂતિ જ થતી હોય છે, ત્યાં અભિવ્યક્તિને કોઈ સ્થાન નથી હોતું! … વાંચન ચાલુ રાખો હાસ્યહાઈકુ – ૨૦

હાસ્યહાઈકુ – ૧૯

હલાવી જોયાં,લાગ્યું ગયાં! ધ્રાસકેહસી પડતાં! સુખી દાંપત્યજીવનમાં પતિપત્ની વચ્ચે એમના શયનખંડમાં ધિંગામસ્તી, ટોળટપ્પા અને મજાક મશ્કરી થતાં રહેતાં હોય છે. આપ રસિક વાચકજનો માટે પણ મારે હકારાત્મક જ વિચારવું પડે કે  આપ પણ આ હાઈકુયુગલની જેમ મિત્ર કે સખીભાવે મધુર દાંપત્યજીવન માણતાં હશો. હાઈકુનાયિકા શબવત્ સ્થિતિ ધારણ કરીને નાયકને એવો હળવો આંચકો આપવા માગે છે જાણે કે તેના રામ … વાંચન ચાલુ રાખો હાસ્યહાઈકુ – ૧૯

હાસ્યહાઈકુ – ૧૮

વરએંજિને,ઘસડાતી લાડી, નેઅદૃશ્ય ડબ્બા! આમ જોવા જાઓ તો જિંદગી એક બાળરમત છે, જેવી કે આપણે નાનાં હતાં ત્યારે છુક છુક રેલગાડીની રમત રમતાં હતાં. હિંદુ લગ્નવિધિ પ્રમાણે મંગળફેરા ફરતી વખતે જાણે કે એ જ બાળરમતનું ફરીવાર પુનરાવર્તન ન થતું હોય! આ હાઈકુમાં હાઈકુકારના દૃષ્ટિકેમેરામાં આ દૃશ્ય ઝડપાઈ જાય છે. અહીં ફેરા ફરતી વખતે આગળ રહેતા વરરાજાને ટ્રેઈનના એંજિનનું … વાંચન ચાલુ રાખો હાસ્યહાઈકુ – ૧૮