હાસ્ય શેર

मुझ से पहले सी मोहब्बत मेरे महबूब ना मांग धनिया तो मांग मुझ से, टमाटर ना मांग Courtesy : Rose A (Bazme Meer O Ghalib Group - Facebook)

તળપદી ભાષામાં ગઝલ

તળપદી ભાષામાં ગઝલ લખવાનોએક પ્રયાસ...ગઝલ : એય! તું પણ કો'ક થોડું બોલકન્.મુનિવરત તારું અવં તો તોડકન્. ચેટલા દા'ડે મળ્યાં સાં આપડં?પે'લા જેવું આજ દલડું ખોલકન્. આંસ્યમાંથી ચેટલાં મોતી ઢળ્યાં?પાંપણો લૂછી હિસાબો જોડકન્. હાંફી જ્યો સું જિંદગી તારા લીધે,હાહ મારા લૈ મનં તું છોડકન્. વાટ્ય તારી જોઇનં જીવું અજી,આંય ચ્યાણં આયે, ભાંડો ફોડકન્. જા અવં તું … વાંચન ચાલુ રાખો તળપદી ભાષામાં ગઝલ

ગ્રામ્યગ઼ઝલ

શહેર છોડું, ગામડાનો સે’જ અણસારો મળે;ફૂંકણી, ચૂલો, ઉનમણું, વાંસનો ભારો મળે… સ્વચ્છતાથી કેટલો હું તંગ આવી ગ્યો ભલા,છાણ, વાસીદું, તગારું, ચીકણો ગારો મળે… ભીડ કેવી કારમી કે ચીસ પણ ફાટી પડે,કોતરો વગડા વચાળે એક વણઝારો મળે… છાશ, મરચું, બાજરાનો રોટલો, ભાજી, કઢી,હળ, બળદ, ખેતર, નદી ને કો’ક સથવારો મળે… ઓઢણી, પાલવ, ગરેડી, બેડલું ને દોરડું;ઓકળી, … વાંચન ચાલુ રાખો ગ્રામ્યગ઼ઝલ