બે સાથી નો મૌલિક કોયડો
બે સાથી એક જ બિલ્ડીંગ માં રહે
બન્ને જુદા રહે, પણ રોજ સાથે મળે
બન્ને પાસે અમુક બીજા સાથીઓ હોય
બધા સાથે મળી ને જ સર્વે કામ હોય
સાથી જેવો આબેહુબ જગ માં ન મળે
પોલીસ ને પણ સાથી ની મદદ ખપે
દરેકને એ સર્વે થી દરરોજ પડે કામ
કોયડા કસબીઓ બતાવો એનું નામ
સૌજન્ય : કાસિમ અબ્બાસ કાલાવડવાલા (કેનેડા)