એક સુખી પરિવારે સતત કાળજી લેવી પડે તેવી બિમારીથી પીડાતાં દાદીમાને ખૂબ જ મોંઘા નર્સિંગ હોમમાં અજમાયશ માટે એક દિવસ પૂરતાં દાખલ કર્યાં. નર્સે તેમને સરસ રીતે નવડાવીને સ્વાદિષ્ટ નાસ્તો આપ્યા પછી બારી પાસે વ્હીલચેરમાં બેસાડ્યાં કે જેથી તેઓ સામેના સરસ મજાનાં ખિલેલાં ફૂલોવાળા બગીચાને જોઈને મન પ્રફુલ્લિત કરી શકે. તેમની સારસંભાળ માટે બે નર્સ ખડે પગે હાજર હતી. થોડીવાર પછી દાદી ખુરશી ઉપર બેસેલી સ્થિતિમાં તેમની જમણી તરફ ઢળવા માંડ્યાં. નર્સે તાબડતોબ તેમને સંભાળી લીધાં અને ખભા પકડીને તેમને સ્થિર બેસાડી દીધાં. વળી થોડીવાર પછી દાદીમા ડાબી તરફ ઢળવા માડ્યાં. નર્સે ફરી એમને સંભાળી લઈને સીધાં બેસાડી દીધાં. આમ બંને બાજુએ દાદીમાનું ઢળી પડવાનું સવારે કલાકો સુધી ચાલ્યું. આ બધી વખતે પેલી નર્સોને એક જ ફિકર રહેતી હતી કે દાદીમા આમ લટી પડીને ફ્લોર ઉપર પડી ન જાય, કેમ કે એમ થાય તો તેમને મોટી ઈજા થઈ શકે. થોડીવાર પછી દાદીમાનું આખું પરિવાર એ જાણવા અને જોવા માટે આવ્યું કે દાદીમાની કેવી સારવાર થઈ રહી છે. દાદીમાની પૌત્રી કે જે તેમને ખૂબ જ ચાહતી હતી, તેણે પૂછ્યું કે, ‘દાદીમા, તમને અહીં કેમનું લાગી રહ્યું છે? તમારી બરાબર કાળજી તો લેવાય છે ને?’
દાદીમા : આમ તો બધું જ સરસ છે, સિવાય એક કે તેઓ વાછૂટ (અધોવાયુ) કરવા નથી દેતાં!
(ભાવાનુવાદ)
Courtesy : Ba-bamail