🥀સીનીયર સીટીઝન તો તેને રે કહીયે,
જે મોજ પોતાની માણે. રે… !!
🥀ખાઈ પીઈ ને જલશા કરે, બીક કદી
ન રાખે રે … !!
🥀ભલે રહ્યા દિવસો થોડા, એની
ગણતરી ન માંડે રે … !!
🥀પૈસો પોતાનો પાસે રાખે, કોઈની
આશા ન રાખે રે …!!
🥀હિંમત હૈયે હરદમ રાખે,હરી ભરોસે
હાલે રે …!!
🥀અભિમાની ને અળગા રાખે, નફફટ થી
ન નાતો રે….!!
🥀સકળલોકમા સહુથી ચેતે, ચાલે
પોતાની રીતે રે… !!
🥀અપલક્ષણા ને આઘા રાખે, લોભી
લાલચી ને ટાળે રે … !!
🥀નહીં કદી ઈ કોઈનું અપમાન કરે, મસ્કો
કોઈને ન મારે રે …!!
🥀મોહ માયા ને આઘા રાખે, જંતર
મંતર ટાળે રે … !!
🥀બકતા ઠગતા નો સંગ ન રાખે, વાતો
માં ન આવે એની રે …!!
🥀સીનીયર સીટીઝન તેને કહીયે, જે
મોજ પોતાની માણે રે .. !!
આજે “National Senior Citizens Day” નિમિત્તે તમામ સીનીયર સીટીઝન ને સમર્પિત.
🌹સર્જક : અજ્ઞાત
સૌજન્ય : કમલ જોશી ( ફોરવર્ડેડ)