અદશ્ય મૌલિક કોયડો

દેખાય નહિ છતાં પણ કોઈ ને અપાય
સંજોગો હોય તો લેવાય અને દેવાય
અસ્તિત્વ છે પણ કદાપિ ન અડાય
વિશાળ છે તેથી ઘણું તે માં સમાય
ફિલ્મવાળાઓ તેની પાછળ ભાગે
ખરેખર હાથ ના કર્યા હૈયે વાગે
જીવન નો તે એક ભાગ ગણાય
તે વિના જીવન ન જ ગણાય
ના થાકે કદાપિ કરે અણથક કામ
કોયડા કસબીઓ બતાવો એનું નામ

Hint.: વાહ, કોયડો છે લાજવાબ
કોયડા માં છે તેનો જવાબ

સૌજન્ય : કાસિમ અબ્બાસ કાલાવડવાલા (કેનેડા)

0