જોડિયો મૌલિક કોયડો

જોડિયો મૌલિક કોયડો

સફેદ ખેતર માં કાળું ફળ
એ ખેતર માં ન ચાલે હળ
હંમેશા એ જોડીમાં જ હોય
શોભા એની ત્યારે જ હોય
જોડી ખરેખર અણમોલ કહેવાય
જોડી જીવન નો ભાગ ગણાય
કદી જોડી ના બદલે એક જ દેખાય
અને કવચિત બન્ને પણ ન દેખાય
બે જોડી સામસામે આવે તો આનંદ થાય
પણ કયારેક તો ટંટો ફસાદ પણ થાય
કવિતા માં એ જોડી માં કોઈ સમાય
વાર્તાઓ માં તે જોડી બહુ વખણાય
ક્યારેક એમાં કશું નખાય
એના પર કશુંક ચઢાવાય
એક બીજા થી કદી ટકરાય
પછી સમજવાનું સમજાય
માઠા દિવસે કશું ઘણું નીકળાય
સારા દિવસે પણ કશું નીકળાય
કામ કરે બહુ તેથી આરામ પણ અપાય
કહો કોયડા કસબીઓ આને શું કહેવાય

( કોયડા વિષે ગંભીર નોંધ ) ====== જોડી હોવા છતાં જો એક જ વપરાય
તો તેના લીધે લપડાક પણ ખવાય

સૌજન્ય : કાસિમ અબ્બાસ કાલાવડવાલા (કેનેડા))