આજની આંય પૌષ્ટિક પાહરસી પોસ્ટ લખવા પાછળ Jayભાઈ Vasavadaનો ગઈકાલનો પારસી લેખ મને મોટ્ટીવેશન આપવા જવાબદાર છે.
કારણકે એવન્ને લીઢે જ આજે મને ખુલ્લા ડિલે સમાજને જનાવવાનું મન ઠઈ ગ્યુ છે કે મું બી સામાજિક રીતે અર્ધો પારસી છું.
“અરે ડિકરા!!! સુ વાટ કરે ચ. કઈ રીતે?”
ક્વ છું ડાલ્લિંગ ક્વ છું, વેઇટ કર જોવ. (આઈ મીન ‘વજન કરવાનું’ નહિ, પન આગર વાંચ એમ સમજ્જોની બાવા)
યસ ! ટો વાટ એમ છે કે…મારા માયજી ‘ને બાપાયજીએ ભલે મને ફિજિકલ રીતે ‘ડાવુડી વોરા’ પેડા કરીયો હોય. પન મારો સોશિયલ ઉછેર વરસોઠી સોજ્જા અને મજ્જાના પારસીઓની વચ્ચે જ થૈલો છ.
મારી ડિયર બિલ્ડીંગનું નામ ડાડાભાઈ નવરોજજી છેવ. મારી બાજુવાલી પેસ્ટોનજી બ્લોક્સ છે. જે વર્ષોથી અમુની પારસી સ્ટ્રીટમાં એમને એમ જૂની થઈને રૈલી ચ્છ. ગોલ્ડ ઇઝ ઓલ્ડ યુ સી.
ત્ટડ્ડન એવું નથ્થી કે ‘અર્ધા ગાંડા ને અર્ધા વાંઢા’નું મિશન મેં પન ચલાવ છું. નહિ ! નહિ ! જરા બી નહિ ને. મું હજી બી પન્નીને નય પસ્તાયેલો અર્ધો હુરટી વહોરો જ છું. પન આ ટો હું જારે હું નલ્લો હૂતો ત્હારથિ એવન લોકોની રીટભાત ઘરના ડાલભાતની ટેમજ ઢાંનસાક જેમ ભોગવતો આયો છું. બસ !
આમ અરધું પરધું હોવાથી ખોદાયજીએ મારા પર મેરબાની કરીને મને સુરટી ગાલો ભી અરધી બોલવાની, લરાઈ ભી અરધી કરી છોરી ડેવાની, અરધો ટાઈમ ઘરે ને અરધો ટાઈમ ‘બારે’ રેવાની, અરધું ભોનું ને અરધું પાની પીવાની, તેમજ મારી ચાકરીમાં અરધીપરધી ઠૈ જાય એવી બૈરી આપી છે.
(હવે એમ કોઈ બી પૂછતાં ની કે ટમુને બચ્ચોંવ ભી અરધા ડીક્રા ને અરધી ડિક્રી જ હોસે ને? – ના. ખોદાયજી એવી ખોટ્ટી મેરબાની નય કરતો, સુ સમજિયા.)
બાય ઢ વે ! થોરો ઢિલ્લો પહેલો અરધો પારસી પંચ:
વર્ષો પેલ્લા મારા ઘરની નજજીક એક પારસી અંકલ રહેતા.: વિસ્પી બાટલીવાલા.
તેવનની પેલ્લી ડીકરીના લગ્ન થીયા ત્હારે જમાઈની અટક હતી.: સોડાવાલા.
આંય સાંભલીને એક વાર મેં એમને મજ્જાકમાં કીધેલું.: “વિસ્પી અંકલ, હવે ટમુના દીકરાના લગન કરો તો ડોટર-ઈન લૉની સરનેમ ‘ડારૂવાલા’ હોઈ ટમુંને પાર્ટી કરવાની મહજ્જા પરી જાયે.”
ટો એવાની બાજુમાં બેઠેલી બૈરી આંટી ઝરીન ડાયરેકટલી મને સુ કેચ ખબર?
“બે ગેલ@#$%ના, ડારૂની કા પત્તર હાંકે ચ. હું ટો કહારની ‘બુચવાલા’ની શોધમાં છેવ. સાલ્લો ૩-૩ બચ્ચાંવ કારી લાઇખો છ. તોય બી…સીધો રહેતો નય.”
(આંટીઝરીનનો ક્વોટ મને ઘણાં ટાઈમ પછી સમજાયો ત્હારે બાવાજી ટો ખોદાયજીને ત્યાં…)
મને ઘનીવાર થાય ચ્છ કે મારા એક્દમ મજેડાર અને જોરડાર ઢગરાબંધ અનુભવોને યાદ કરી ‘મારો પારસી વારસો’ નામે એક બૂક લખી દઉં. પણ વારસાની ‘ક્વોન્ટિટી’ જોઈને આઈડિયા કેન્સલ કરી દઉં છું. કારનકે એમાં ફક્ટ એક જ વસ્ટુ ખૂટે છેવ.: ‘ટમ્બૂરો’.
ને હવે બાકીનો સોલ્લિડ અરધો બીજો પંચ:
હું જ્હારે નહલ્લો છોકરો હૂતો, ત્હારે ‘બેટ-બોલ’ બહુ રમતો. (ક્રિકેટ ટો પછી બોલતો થિયો).
એકવાર સાંજે બેટ લઈને હું (ક્રિસ ગેલ(સપ્પા)ની જેમ જ સ્તો) ધરાકાં-ભરાંકાં કરી રિયો હૂતો. તે જોઈ થોરેક ડૂર ખુરશી પર બેસેલા બાવા કાવસજી અંકલેશ્વરીયા ડરી ગૈલા.
“હે પોરીયા ! ત્હારા ટો નય, પણ ‘મારા બેટ અને બોલ’ સંભાલજે.”
(કાવસજી અંકલનો એ ક્વોટ બી મને વર્સો પછી સમજાયેલો. પન ટમે હમના જ સમજી લેજો કે મેં કેવી ‘સિક્સર’ મારી હોસે.)
ખૈર, ટો હવે આદત મુજબ “ઠોરામાં ઘન્નું જ સમજી લેસો” કહી મારા ‘૭૦ના મોડેલના ઈસ્કૂટરને ઢોવા જાઉં છું. આંય વરસાડ પેહલાની સાલ્લી ઢૂલ ટો જો !
સાહેબજી બાવાની મેંરબાની.
સૌજન્ય : મુર્તઝા પટેલ