જવેલર્સના અદ્યતન શો રૂમમાંથી હું અને મારા મિસિસ પાંચ મિનિટમાં બહાર નીકળી ગયા. બહાર આવી ને જોયું તો આ શું?
શો રૂમની સામે ઉભેલી કાર પાસે ચલણની રસીદબુક લઇ ટ્રાફિક પોલીસ ઊભો હતો. અમે ગભરાયા અને તેને કહ્યું, ભાઈ માંડ પાંચ મિનિટ અંદર ગયા હતા. આ વખતે જવા દ્યો ને.
એ બોલ્યો, બધા માણસો અમને આમ જ કહે છે. હજાર રૂપિયા દંડ થશે ને પછી સમજાશે.
મેં કહ્યું, રીટાયર્ડ માણસ છું. મારા સફેદ વાળની તો શરમ રાખો. પહેલા એ ન માન્યો પણ પછી બોલ્યો, લાખોની ગાડી ફેરવો છો, જ્વેલરી ખરીદો છો અને પછી પાછા કરગરો છો. તમારી ઉંમર જોઈ, ઠીક છે. ચાલો, માત્ર બસ્સો રૂપિયા આપી દો.
મેં પૂછ્યું, આ બસ્સોની રસીદ-પહોચ મળશે ને?
પેલો પોલીસ ખૂબ ખિજાયો અને બોલ્યો કે બહુ કાયદાની વાત કરો છો ને તો હવે તમને કાયદાઓ બતાવું. એક મિરર તૂટેલો છે. પાછળની નંબર પ્લેટ બરાબર નથી. તમે કહો છો એમ પીયુસીની ખબર પણ નથી. હવે તો દંડ ચાર હજાર થશે.
મેં મારી પત્નીને કહ્યું કે, આ પોલીસને સમજાવ. પછી તો તેની સાથે પણ પણ ઘણી લાંબી ચર્ચા ચાલી.
એટલીવારમાં અમારી સીટી બસ આવી ગઈ અને અમે બસમાં ચઢી ગયા. વાસ્તવમાં કાર ક્યાં અમારી હતી??? પોલીસ બિચારો અમને જોતો રહી ગયો…!
આવી તો હજાર જાતની રીતો છે ટાઈમપાસ કરવાની
સૌજન્ય : યોગેન્દ્ર પંડ્યા (જોક્સ ગ્રુપ – ફેસબુક)
😄😄😄
(સોસ્યલ મિડીયા ઉપરથી મળ્યું)