એક નાનકડો જોડણીદોષ (Spelling mistake) કેવું પરિણામ લાવી શકે તેનો અજીબોગરીબ કિસ્સો અહીં પ્રસ્તુત છે. અમેરિકાના શિકાગોનો એક રહીશ વેકેશન ગાળવા ફ્લોરિડા જવાની તૈયારી કરી રહ્યો હતો. તેની પત્ની તેની બિઝનેસ ટુર માટે બહાર જઈ રહી હતી. પતિએ કહ્યું કે તે ફ્લોરિડામાં હોટલમાં બુકીંગ કરાવી લેશે અને તેણી પોતાનું કામ પતાવીને સીધી હોટલે આવી જાય.
પેલા મહાશયે હોટલના રૂમમાં પ્રવેશીને તેની પત્નીને ઈમેઈલ કરી દીધો. ઈમેઈલ એડ્રેસમાં જોડાણીભૂલના કારણે તે મેઈલ એક પાદરીની વિધવા પત્નીને પહોંચી ગઈ કે જેનો પતિ આગલા દિવસે જ અવસાન પામ્યો હતો. એ બાઈએ મેઈલ ખોલીને તેને વાંચી અને તરત જ બેહોશ થઈને ફ્લોર ઉપર પડી ગઈ. તેણીના પડી જવાનો અવાજ સાંભળીને ઘરનાં બધાં દોડી આવ્યાં. તેમણે લેપટોપના સ્કીન ઉપર આ મેસેજ વાંચ્યો, ‘મારી વ્હાલી, મેં રૂમ લઈ લીધો છે. તારા આવતી કાલના આગમન માટેની બધી તૈયારી થઈ ગઈ છે. હું તારી રાહ જોઉં છું.’
(ભાવાનુવાદ)
સૌજન્ય : બા-બામેઈલ
😀
LikeLike