ક્લબમાં બાજીપાનાંની રમત જામી હતી, ત્યાં તો ટેબલ ઉપર પડેલા એક મોબાઈલની રીંગ વાગી. એક જણાએ ફોન ઉપાડીને તેને સ્પીકર ઓનમાં ફેરવીને વાત શરૂ કરી.
સામા છેડેથી : હેલો, તું ક્લબમાં છે?
‘હા, બોલ.’
‘ડીઅર, હું મોલમાંથી બોલું છું. જરીકામવાળી એક રૂ|. ૫૦૦૦/- ની સાડી છે તે લઈ લઉં?’
‘ડાર્લીંગ, ખુશીથી લઈ લે અને બીજું કંઈ લેવું છે?’
‘ઝવેરીની દુકાનેથી ફોન આવ્યો હતો. નવી ડિઝાઈનનો ડાયમન્ડ સેટ આવ્યો છે.’
‘તેની કિંમતની શી રેન્જ છે?’
‘એક લાખ પચાસ હજાર.’
‘લઈ લે, ડાર્લીંગ, તારાથી વધીને શું હોય?’
‘અને બીજી વાત કે કારના ડિસ્કાઉન્ટની ઓફરનો આજે છેલ્લો દિવસ છે.’
‘અરે, આજે તો હું ખૂબ ખુશ છું. તને ગમતા મોડલની કાર બુક કરાવી દે. પૈસાની ચિંતા કરીશ નહિ.’
‘ડીઅર, હું આજે કેટલી નસીબદાર છું. તેં મારી તમામ માગણીઓ સંતોષી દીધી.’
‘આઈ લવ યુ, ડાર્લીંગ’
‘આઈ લવ યુ ટૂ, ડીઅર.’
બધા ખેલાડી દિંગ થઈને પેલાની સામે જોતા જ રહી ગયા અને બોલી ઊઠ્યા, ‘આને સાચો પતિ કહેવાય!’
પેલાએ હળવેકથી પૂછ્યું, ‘આ કોનો મોબાઈલ છે?’
મિત્રો, તમારે એ જાણવાની જરૂર ખરી કે એ મોબાઈલ ફોન ઉપાડનાર બીજો કોઈ નહિ, પણ આ દિપેન શાહ જ હતો!
(ભાવાનુવાદિત)
સૌજન્ય : દિપેન શાહ (હાસ્ય પાર્લર – ફેસબુક)
ખેલાડી !
LikeLike