વર્ષો પહેલાની વાત છે. એક ટ્રેન દ્રુત ગતિથી સડસડાટ દોડી રહી હતી. ટ્રેન પેસેન્જરોથી ભરેલી હતી. આ ટ્રેનમાં અંગ્રેજોની સાથે એક ભારતીય પણ બેઠો હતો.
ડબ્બો અંગ્રેજોથી ખીચોખીચ ભરેલો હતો. ભારતીય વ્યક્તિએ પરંપરાગત વેશભૂષા ધોતી કૂર્તા,કોટ અને પાઘડી પહેર્યા હતા . અંગ્રેજો તેની વેશભૂષાની મજાક ઉડાવી રહ્યા હતા. પરંતુ તે માણસ પર આ અપમાનની કોઈ અસર ન થઈ. શાંત થઈને તે ગંભીરતાથી બેસી રહ્યો.
એકાએક તે માણસ તેની સીટ પરથી ઉઠ્યો અને જોરથી બોલ્યો, ” ટ્રેન રોકો” અને કોઈ કાંઈ સમજે તે પહેલા તો
તેણે સાંકળ ખેંચી અને ટ્રેન થોભી ગઈ્.
ડબ્બાના પેસેન્જરો તે શખ્સ પર ગુસ્સે થઈ ગયા. પણ તે માણસ શાંત રહ્યો. ટ્રેનનો ગાર્ડ દોડતો દોડતો આવ્યો અને કડક શબ્દોમાં પૂછ્યું,” ટ્રેન કોણે રોકી ? “
તે માણસે કહ્યું,” મેં રોકી છે.”
ગાર્ડે ગુસ્સાથી કહ્યું, “તમને ખબર છે કે વિના કારણ ટ્રેન રોકવી તે એક અપરાધ છે?”
માણસે કહ્યું,” હા, ખબર છે, પરંતુ ટ્રેન ન રોકાત તો મોટો અકસ્માત સર્જાત અને સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હોત.”
ગાર્ડ અને બીજા પેસેન્જરો તેની સામે આશ્ચર્ય અને અવિશ્વાસથી જોઈ રહ્યા.
પણ પૂરા આત્મવિશ્વાસ સાથે તેણે કહ્યું,,” અહીંથી લગભગ એક ફર્લાંગના અંતર પર ટ્રેનનો ટ્રેક તૂટેલો છે.”
ગાર્ડ અને બીજા પેસેન્જરો તેની સાથે ટ્રેન માં થી ઉતરી ને ટ્રેક પર આગળ ગયા. આને જ્યારે તેમણે જોયું કે આગળ ખરેખર ટ્રેન નો ટ્રેક તૂટેલો હતો. ફીશ પ્લેટ ના બોલ્ટ ખૂલી ગયા હતા.
બધા ફાટી આંખે આભા બની ને જોઈ રહ્યા.
ગાર્ડે આશ્ચર્ય થી પૂછ્યું,” તમને કેવી રીતે ખબર પડી કે આ ટ્રેક તૂટી ગયો છે?”
તે માણસે કહ્યું,” આપ સૌ આપના કામમાં વ્યસ્ત હતા ત્યારે મારું ધ્યાન ટ્રેન ની ગતિ તથા અવાજ પર કેન્દ્રિત હતું.ટ્રેન સ્વાભાવિક ગતિથી ચાલી રહી હતી. પરંતુ અચાનક ટ્રેકના કંપન થી ટ્રેન ની ગતિમાં પરિવર્તન મહેસૂસ થયું. આવું ત્યારે થાય છે જ્યારે આગળ ટ્રેક તૂટેલો હોય. એટલે મેં જરા પણ સમય ગુમાવ્યા વિના ટ્રેન રોકવા માટે સાંકળ ખેંચી.”
બધા આ સાંભળીને દંગ રહી ગયા. ગાર્ડે પૂછ્યું,” આટલું બારીક તકનીકી જ્ઞાન ! આપ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતા. આપનો પરિચય આપો.”
તે માણસે બહુ શાલીનતાથી ઉત્તર આપ્યો,” શ્રીમાન, હું ભારતીય એન્જિનિયર મોક્ષગુંડમ વિશ્વેસરૈયા.”
એમ.વિશ્વેસરૈયાને ભારતીય એન્જિનિયરિંગના પિતામહ કહેવામાં આવે છે.
ભારતના એન્જિનિયરિંગ તથા શિક્ષણ ક્ષેત્રમાં તેમનું પ્રદાન ઘણું મહત્વનું છે.
ભારતરત્ન એમ.વિશ્વેસરૈયાનો જન્મ ૧૫ સપ્ટેમ્બર ૧૮૬૦ના રોજ થયો હતો.
તે દિવસને ‘એન્જિનિયર્સ ડે’ તરીકે ઊજવવામાં આવે છે.
આજે ભારતના એ સપૂતને તેમની જન્મજયંતિ પર શત શત નમન
🍁 Via friend Harun Hasmani ji
સૌજન્ય: યુનુસ લોહીઆ
Very nice fact to know
LikeLike
સલામ
LikeLike