એક કર્મચારીએ કંપનીની ફેક્ટરીના અકસ્માતમાં પોતાના બંને કાન ગુમાવ્યા, જેના પરિણામે તે ચહેરાનું સૌંદર્ય ગુમાવી બેઠો. કંપનીએ તેને ખાસ્સું મોટું વળતર આપ્યું, જેનાથી તેણે નોકરી છોડી દીધી અને એક મોટી કંપનીને હસ્તગત કરી લીધી. પરંતુ કંપની ચલાવવાનો તેને અનુભવ ન હોઈ તેણે સીઈઓની નિમણૂક માટેની જાહેરાત આપી. આખરી પસંદગી પામેલા ત્રણ ઉમેદવારોનો ઈન્ટર્વ્યૂ ગોઠવાયો.
પહેલો ઉમેદાવાર મોટી પદવીઓ ધરાવતો અનુભવી હતો. તેને જાતજાતના સવાલ પૂછ્યા બાદ છેલ્લો સવાલ પૂછવામાં આવ્યો, ‘મારા ચહેરામાં તમને કંઈ અસાધારણ દેખાય છે?’
પેલાએ ત્વરિત જવાબ આપી દીધો, ‘આપને કાન નથી.’
માલિકના મર્મ ઉપર ઘા થયો અને તેણે ઉમેદવારને ધમકાવીને કાઢી મૂક્યો. બીજા ઉમેદવાર તરીકે એક બહેન હતાં. છેલ્લા સવાલમાં તેમણે પણ કહી દીધું, ‘આપ કાને બૂચા લાગો છો!’ એ બહેનને પણ ફાયર કરીને હાંકી કાઢવામાં આવ્યાં.
હવે છેલ્લા ઉમેદવારને છેલ્લે એ જ સવાલ પૂછતાં તેણે જવાબ આપ્યો, ’આપે કોન્ટેક્ટ લેન્સ લગાવ્યા છે.’
માલિકે ખુશ થઈને ખુરશીમાંથી ઊભા થઈને શાબાશી આપતાં કહ્યું, ‘ખરેખર તમે ઊંચી બુદ્ધિમત્તા ધરાવો છો. હવે મને સમજાવશો કે કોન્ટેક્ટ લેન્સ કેમ?’
પેલાએ શાંતિથી જવાબ આપ્યો, ‘સર, એ તો પછી ચશ્માં હોય તો ફ્લોર ઉપર પડીને ફૂટી જાય ને!’
ત્રીજા ઉમેદવારની પસંદગી કરવામાં આવી.
(ભાવાનુવાદ અને સંવર્ધન)
Courtesy : Ba-bamail
* * *
ધડો :
કાણાને કાણો નવ કહીએ, કડવાં લાગે વેણ,
હળવે રહીને પૂછીએ, શેણે ખોયાં નેણ?
-વલીભાઈ મુસા (‘વેલજી’ – અક્ષરાંતરે!)
ભારે કરી
LikeLike