ખેલાડી અને સમય

સાભાર – શ્રી. બટુક ઝવેરી

એક રમતમાં છ ખેલાડીઓ હોય છે. એમને થોડોક આરામ આપવા ૪ વધારાના ખેલાડીઓ પણ હોય છે. આ વધારાના ખેલાડીઓ રમનાર ખેલાડીઓને વારાફરતી આરામ આપે છે.

હવે એક વખતે એવું બન્યું કે, બધા ( ૧૦) ખેલાડીઓ એક સરખા સમય માટે રમત રમ્યા. જો રમતનો કુલ સમય ૪૦ મિનિટ હોય, તો દરેક ખેલાડી કેટલી મિનિટ રમ્યો હશે?

* * *

જવાબ અને ભાગ લેનારની યાદી બે દિવસ પછી જાહેર થશે.