હું જ્યારે સાત વર્ષનો હતો ત્યારે મારા પિતાજી સાથે તેમના કોઈક સહકાર્યકર મિત્રની અંતિમયાત્રામાં ગયો હતો. હું ચર્ચયાર્ડના એક ખૂણામાં ઊભો હતો. ત્યાં તો એક માણસ મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘છોકરા જિંદગીને માણી લેજે. સમય ઝડપથી પસાર થતો હોય છે. તું મારી સામે જો, હું જિંદગીનો આનંદ માણી શક્યો નથી.’ આમ કહીને એ માણસ ચાલ્યો ગયો. ત્યાર પછી મરનારને છેલ્લું માન આપવા મારા પિતાજી મને કોફિન પાસે લઈ ગયા. મરનારનો ચહેરો જોઈને હું તો છળી ઊઠ્યો. થોડી વાર પહેલાં મને શિખામણ આપી ગયેલો એ જ માણસ કોફિનમાં સુતેલો હતો. હું એવો તો ડરી ગયેલો કે હું વર્ષો સુધી ચેનથી ઊંઘી શક્યો નહિ અને બસ પેલા માણસનો ચહેરો જ મારી નજર સામે આવ્યે જતો હતો. મને રાત્રે પણ એ જ બિહામણું સ્વપ્ન આવ્યા કરતું અને હું ઝબકીને જાગી જતો હતો. મને માનસિક સારવાર પણ આપવામાં આવી. ઘણા સમય પછી મારી હાજરીમાં જ એ જ મરેલો માણસ મારા પિતાજી સાથે વાત કરતો હતો. મેં મારા પિતાજીને પૂછ્યું, ‘આ માણસ કોણ છે?’ પિતાજીએ જવાબ આપ્યો, ‘ઘણા સમય પહેલાં અવસાન પામેલા મારા સહકાર્યકરનો આ જોડિયો ( Twin) ભાઈ છે!’
હું મનોમન બોલી ઊઠ્યો, ‘બદમાશે મારી રાત્રિઓની ઊંઘ હરામ કરી દીધી!’
સૌજન્ય : બા-બામેઈલ