એક મેડમ ઈકોનોમી ટિકિટ સાથે ન્યુયોર્ક જતા પ્લેનમાં દાખલ થઈ. તેણે જોયું તો ફર્સ્ટ ક્લાસ બેઠકો વધારે આરામદાયક છે. તેની પાસે ઈકોનોમી ટિકિટ હોવા છતાં તે ફર્સ્ટ ક્લાસ સેકશન તરફ આગળ વધવા માંડી. એર હોસ્ટેસે તેને અટકાવતાં કહ્યું કે ‘તમે ફર્સ્ટ ક્લાસમાં બેસી નહિ શકો.’
મેડમે ગુસ્સામાં કહ્યું, ‘તમને ખબર છે કે હું એક વિખ્યાત મોડલ છું અને તેની કદર રૂપે તમારે મને ફર્સ્ટ ક્લાસમાં બેસવા દેવી જોઈએ.’
મેડમ ફર્સ્ટ ક્લાસ માટેની જીદ લઈને એરહોસ્ટેસને દાદ આપતી ન હતી. છેવટે એરહોસ્ટેસે કેપ્ટન પાસે જઈને ફરિયાદ કરી.
પાઈલોટે પેલી મેડમના કાનમાં કંઈક કહ્યું અને તે માની ગઈ. તેણી ચૂપચાપ ઈકોનોમી ક્લાસમાં તેની સીટ ઉપર બેસી ગઈ.
એરહોસ્ટેસે કેપ્ટનને પૂછ્યું,’એવું તો તમે એ મેડમના કાનમાં શું કહ્યું કે તે તરત જ માની ગઈ?’
કેપ્ટને જવાબ આપ્યો, ‘મેં મેડમને કાનમાં કહ્યું હતું કે,સોરી મેડમ, ફર્સ્ટ ક્લાસની સીટ્સ ન્યુયોર્ક જશે નહિ!’
સૌજન્ય : બા-બામેઈલ
Very smart !
LikeLike