“આજે હું છુટી ગયો હોત…. !!”

શ્રીમતીજીની રાત્રે 2 વાગે ઉંઘ ઊડી તો જોયું, દિપેન બિસ્તર પર નથી. જિજ્ઞાસાવશ શોધ્યા….તો ડાઈનીંગ ટેબલ પર બેસી કોફીનો કપ હાથમાં લઈ, વિચારમગ્ન, દિવાલ તરફ જોઈ રહ્યા હતા. શ્રીમતીજીએ જોયું કે દિપેન કોફીની ચુસ્કી લેતા લેતા વચ્ચે આંખમાંથી નીકળતાં આંસુ લુછી રહ્યા હતા. દિપેન પાસે જઈ બોલી, “શું વાત છે ડીયર ? આટલી મોડી રાતે તમે અહિં શું કરી રહ્યા છો ?’

દિપેને કોફી પરથી નજર હટાવી ગંભીરતાથી બોલ્યો, “તને યાદ છે, 14 વર્ષ પહેલાં, જ્યારે તું ફક્ત 18 વર્ષ ની હતી ?”

પત્ની દિપેનના પ્રેમને જોઈને ભાવવિભોર થઈ ગઈ બોલી, “હા, યાદ છે….”

થોડીવારે દિપેન બોલ્યો “યાદ છે ત્યારે તારા જજ પિતાએ આપણને મારી ગાડીમાં ફરતાં જોઈ લીધેલાં!”

પત્ની : “હા હા .. બરાબર યાદ છે…”

દિપેન : યાદ છે તારા પિતાએ મારા લમણે બન્દુક મુકી કહ્યું હતું, ક્યાં તો લગ્ન કરી લે, અથવા “14 વર્ષ જેલમાં અંદર જા…”

પત્ની : ” હા…. હા…. એ પણ યાદ છે.”

આંખમાંથી ફરી આંસું લુછતાં ગળગળા અવાજે બોલ્યો, ….. “આજે હું છુટી ગયો હોત…. !!”

સમજાય એને જયશ્રી ક્રૃષ્ણ

Dedicated to All Married Man

સૌજન્ય : Dipen Shah (ફેસબુક – હાસ્યનો ખજાનો)

One thought on ““આજે હું છુટી ગયો હોત…. !!”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s