સાઈનબોર્ડ ગઝલ ~ ફિરદૌસ દેખૈયા

ચહેરા ઉપર લટોનાં નર્તન ન મૂકવાં,
“દરવાજા પાસે કોઈએ વાહન ન મૂકવાં.”

“men at work” છે ભઈ! જોજે પડી જતો;
આ ગોરા ગાલ ઉપર ખંજન ન મૂકવાં.

હો ઘરનું નામ જાણે “કૂતરાથી સાવધાન”!
દરવાજે એવાં એવાં સૂચન ન મૂકવાં.

ઓળંગો “ડાઇવર્ઝન” ને “आगे बम्प है।”
રસ્તા ઉપર નકામાં લાંછન ન મૂકવાં.

અખબાર છે મૂકેલું, ને સામે બોર્ડ છે:
“અહીંયાં કોઈ જ્વલનશીલ સાધન ન મૂકવાં.”

~ ફિરદૌસ દેખૈયા

સૌજન્ય : આપણું આંગણું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s