સંવર્ધિત જોક

શિક્ષિકાએ રમતના મેદાનમાં એક છોકરાને ચહેરાના ચિત્રવિચિત્ર આકારો કરીને બીજા છોકરાને ચિડવતો જોયો. બહેનજીએ એ છોકરાને પોતાની પાસે બોલાવીને સ્મિત કરતાં તાકીદ કરીને સમજાવ્યું, ‘સાંભળ, હું જ્યારે નાની છોકરી હતી, ત્યારે મારા ચહેરાને તારી જેમ બેડોળ બનાવતી હતી. ઘરમાં મને એવું ન કરવાની તાકીદ કરતાં કહેવામાં આવ્યું હતું કે ચહેરાને વિકૃત કરવાથી કોઈકવાર તે કાયમ માટે એ જ સ્થિતિમાં સ્થિર થઈ જાય અને આપણે કાયમ માટે કદરૂપો ચહેરો ધરાવતાં થઈ જઈએ.’

છોકરાએ નિર્દોષપણે જવાબ આપ્યો, ‘મેડમ, તમે એમ તો નહિ જ કહી શકો કે તમને આવી તાકીદ કરવામાં આવી ન હતી!’    

(યથોચિત ફેરફાર સાથે ભાવાનુવાદિત)   

Courtesy : Ba-bamail

* * *

હમસે સયાને (શાણાં)  બાલક  :

હાલની ઉછરતી પેઢી વધુ ચાલાક હોય છે. તેમની પાસેથી પાંખડીનો જવાબ ફૂલથી અને ઈંટનો જવાબ પથ્થરથી પણ મળી શકે! એક છોકરો તેની બાને અષ્ટંમ પષ્ટંમ ભણાવી રહ્યો હતો. તેની બાએ કહ્યું, ‘તું ધારે છે એટલી હું મૂર્ખ નથી કે તારા ઈરાદાને સમજી ન શકું!’ છોકરાએ ભાગવા માંડતાં કહ્યું, ‘તો પછી કદાચ ઓછાં વધતાં હોઈ શકો છો!’ બાએ હસતાં હસતાં કહ્યું, ‘લુચ્ચા, ઊભો રહે!’ 

-વલીભાઈ મુસા (Joke Fabricator)

સૌજન્ય : હાસ્ય દરબાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s