સંવર્ધિત જોક

એક ફાર્મસિસ્ટ તેની ફાર્મસી ઉપર થોડો મોડો પહોંચ્યો. તેણે જોયું તો એક દર્દી ગ્રાહક કાઉન્ટરના સળિયાને પકડીને નીચા મોંએ કમરથી વળેલી સ્થિતિમાં ઊભો હતો. તેણે આસિસ્ટન્ટને ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું, ‘પેલો એમ કેમ ઊભો છે?’

આસિ. : એ અવિરત ખાંસીનો દર્દી છે. ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર અમે દવા ન આપી શકીએ તેમ કહ્યું હોવા છતાં તેના વધુ પડતા આગ્રહને માન આપીને મેં તેને વારાફરતી બે જાતની ખાંસીની દવા આપી, પરંતુ તેની ખાંસી બંધ ન થઈ.  છેવટે મેં તેને પાવરફુલ જુલાબની ટેબ્લેટ આપી છે, તેનાથી તેની ખાંસી તો અટકી ગઈ છે, પણ કશું બોલ્યા વગર એ સ્થિતિમાં ક્યારનોય ઊભો છે!’

ફાર્મસિસ્ટ : મૂર્ખના મુખિયા, આવી હરકત થતી હશે? જલ્દી તેને ટોયલેટ બતાવ, નહિ  તો બિચારાની કફોડી હાલત થશે!’

દર્દી શૌચક્રિયા પતાવ્યા પછી જેવો ટોયલેટની બહાર પગ મૂકે છે કે તરત જ  ખાંસી શરૂ થઈ જાય છે!

(સંવર્ધનસહ ભાવાનુવાદિત)

Courtesy : Ba-bamail

* * *

હાસ્યાસ્પદ, પણ સાચી ઘટના :

એક દર્દીએ ડોક્ટરને ફરિયાદ કરી કે તે બોટલમાંની એકસો કેપ્સુઅલને આસાનીથી ગળી શક્યો છે, સિવાય કે વધારાની એક નાની પોટલી! કહેવાની જરૂર ખરી કે એ ભેજશોષક પોટલી (Moisture absorbent) કેપ્સુઅલ કે ટેબ્લેટને ભેજથી બચાવવા માટે બોટલમાં મૂકવામાં આવતી હોય છે!

-વલીભાઈ મુસા

સૌજન્ય : હાસ્ય દરબાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s