એક મેડમ થેલીમાં કંઈક લઈને બજારમાં જઈ રહ્યાં હતાં. એક માણસે તેમને પૂછ્યું, ‘થેલીમાં શું લઈને જઈ રહ્યાં છો?
મેડમે જવાબ આપ્યો, ‘તરબુચ’
પેલા માણસે આગળ કહ્યું, ‘તમે થેલીમાં કેટલાં તરબુચ લઈ જઈ રહ્યાં છો, તે હું કહી બતાવું તો મને એક તરબુચ આપશો?’
મેડમે જવાબ આપ્યો, ‘જો તમે થેલીમાં કેટલાં તરબુચ છે તે કહી બતાવશો તો હું એ બંને આપી દઈશ!!!’
સૌજન્ય : બા-બામેઈલ