શેરીઓમાં મૂક અભિનય દ્વારા ખેલ બતાવનાર એક નટ એક પ્રાણી સંગ્રહાલયમાં પહોંચી જાય છે. તે વધુ કમાણી કરવાના આશયે ત્યાં ખેલ બતાવવાનું શરૂ કરે છે. ત્યાં લોકોની ભીડ જામે છે અને તેની સારી કમાણી શરૂ થાય છે. એક દિવસે ઝૂ મેનેજર તેને ઓફિસમાં ઘસડી જાય છે અને સમજાવે છે કે લોકોના આકર્ષણ માટે ખૂબ ઉપયોગી એવો એક ગોરીલા અચાનક મૃત્યુ પામ્યો હોઈ તેની જગ્યાએ તે તેના જેવો ડ્રેસ ધારણ કરીને ખેલ બતાવે તો તેને સારો પગાર આપવામાં આવશે.
નટ આ ઓફરને સ્વીકારી લઈને નોકરી ચાલુ કરી દે છે. બીજા જ દિવસે ઝૂના મુલાકાતીઓના આવવા પહેલાં તે ગોરીલાનો વેશ ધારણ કરીને પિંજરામાં દાખલ થઈને મૂળ ગોરીલા જેવા જ ખેલ બતાવવા માંડે છે. લોકોની એટલી જ ભીડ જામે છે. નટને લાગે છે કે તેને સરસ નોકરી મળી ગઈ છે. તે ઇચ્છે તેટલો સમય પિંજરામાં ઊંઘી શકે, ખેલ બતાવી શકે અને આમ લોકોને આકર્ષી શકે.
આવું થોડાક દિવસ સુધી તો બહુ સરસ ચાલ્યું, પણ ધીમે ધીમે લોકોનું ગોરીલા પરત્વેનું આકર્ષણ ઘટવા માંડ્યું. ગોરીલાએ જોયું તો લોકોની બાજુના પિંજરામાંના સિંહ આગળ વધુ ભીડ જામવા માંડી. આમ એકલો એકલો એ કૂદાકૂદ કરવાથી કંટાળવા માંડ્યો. આખરે તેણે લોકોને આકર્ષવા માટે માત્ર તેના પિંજરામાં લટકવાના બદલે તે સિંહ બાજુની પિંજરાની જાળી ઉપર ચઢી જઈને ત્યાં લટકીને ખેલ બતાવવાનું શરૂ કર્યું અને આમ વળી પાછી તેની આગળ વધુ ભીડ જામવા માંડી. ઝૂ મેનેજરે ગોરીલાનો પગાર પણ વધારી દીધો. આ જોઈને સિંહ ઉશ્કેરાવા માંડ્યો.
પરંતુ એક દિવસે એવું બન્યું કે ગોરીલો સિંહની જાળી ઉપરના સળિયે લટવાનો ખેલ બતાવતાં સિંહના પિંજરામાં નીચે પડી ગયો. સિંહ ગોરીલા ઉપર ત્રાપ મારીને તેનો ભક્ષ કરવાની તૈયારી કરે છે, ત્યાં તો ગોરીલો ‘બચાવો, બચાવો’ની બૂમો પાડવા માંડે છે. ગોરીલો પિંજરામાં આમથી તેમ દોડાદોડ કરે છે અને સિંહ તેનો પીછો કર્યે રાખે છે. આમ ગોરીલો સિંહની ઝાપટમાં આવી જતાં ભોંયતળિયે ચત્તોપાટ પડી જાય છે. સિંહ જેવો બચકું ભરવા જાય છે, ત્યાં ગોરીલો વધારે જોરથી બૂમાબૂમ કરે છે કે ‘બચાવો,બચાવો’.
આખરે સિંહ નીચે પડેલા ગોરીલાને સંબોધીને કહે છે કે ‘ચૂપ મર, મૂર્ખ; નહિ તો ઝૂ મેનેજર આપણા બેઉની નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેશે!’
(ભાવાનુવાદ)
સૌજન્ય : બા-બામેઈલ
Suggested by : Sureshbhai Jani
” આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા. “
LikeLike