સતત હેડકી (ઉબકા)થી પીડિત એક સ્ત્રીને ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવી. તેને ત્રણેક મિનિટ તપાસી લીધા પછી એ જુનિયર ડોક્ટરે કહી દીધું, ‘પ્રેગ્નન્ટ’.
પેલી સ્ત્રી તો બૂમબરાડા પાડતી દવાખાનાના પેસેજમાં દોડવા માંડી. સામે ઓળખીતા એક સિનિયર ડોક્ટરે તેને રોકી પાડીને સઘળી કેફિયત જાણી લીધી. એ ડોક્ટરે પેલી બાઈને હૈયાધારણ આપીને એક રૂમમાં બેસાડી દીધી અને પેલા જુનિયર ડોક્ટર પાસે જઈને તેને ધમકાવતાં કહ્યું કે ‘શું તું નીચું ઘાલીને પ્રિસ્ક્રીપ્શન જ લખ્યે જાય છે અને દર્દીના સામે જોતો પણ નથી! પેલી બાઈ ૮૦ વર્ષની વૃદ્ધા છે. તેને મોટા મોટા બે દીકરા છે અને પૌત્રપૌત્રીઓ છે અને તું તેને પ્રેગ્નન્ટ કહે છે?’
જુનિયર ડોક્ટર : શું હજુ તેની હેડકીઓ (ઉબકા) ચાલુ છે?
સિનિયર ડોક્ટર : મૂર્ખ, પ્રેગ્નન્સી નક્કી કરવા માટે એક માત્ર હેડકી કે ઉબકા પર્યાપ્ત નથી. વળી હેડકી માટેનાં અન્ય કારણો પણ હોઈ શકે! માફી માગી લે, નહિ તો તારા ઉપર કેસ ઠોકી દેશે!’
-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
સૌજન્ય : બા-બામેઈલ
આમ તો મોટાભાગના કેસમાં હેડકી થોડો સમય આવીને આપોઆપ બંધ થઈ જતી હોય છે પણ જો આવું ન બને તો ઘરેલુ નુસખા પણ કારગર છે.જુદા જુદા ડોકટરો,હકીમો અને વૈદ્યો તો અનેક ઉપાય બતાવશે અને ડોશી વૈદામા પણ ૭ ઘુંટડા પાણી થી માંડી અનેક ઉપાયો બતાવશે પણ આજે આપણા જુનિયર ડોક્ટરે જે ઉપાય બતાવ્યો તે અમારા વૈદ્ય કાકા કરતા.
દર્દીને આઘાત જનક સમાચાર આપી તરત હેડકી મટાડતા બાદ હેડકી મટે તરત તેનુ સમાધાન કરતા .કોકવાર તો એક ધપ્પો મારતા હેડકી બંધ કરતા .ત્યારે દર્દીને શ્રધ્ધાથી અને આવા ઉપાયો માટે નાણા આપવાનો પ્રશ્ન જ ન રહેતો તેથી પરીણામ પણ સારા આવતા !
ધન્ય જુનિયર ડોક્ટર !
LikeLike