એક મેદાનમાં ત્રણ બાળકો ‘ક’ , ‘ખ’ અને ‘ગ’ એક બીજાની પાછળ, આંખો મીંચીને ઊભા હતા. આજે તેમના ચાતુર્યની કસોટી હતી. માસ્તર સાહેબ આવીને બોલ્યા,” મારી પાસે ત્રણ લાલ અને બે વાદળી ટોપીઓ છે. હું તમને ખબર ન પડે તે રીતે તમને ટોપી પહેરાવીશ.”
( આપણે અહીં કોઈને ટોપી પહેરાવવાની નથી!)
આમ કહીને તેમણે ત્રણેને એક એક ટોપી પહેરાવી. પછી કહ્યું,” હવે તમારી આંખો ખોલો.” પછી તેમણે ‘ક’ ને પૂછ્યું ,” તારી ટોપીનો રંગ કયો હશે? “ ‘ક’ને આગળ બે બાળકો દેખાતા હતા, છતાં તે જવાબ આપી ન શક્યો. પછી, માસ્તરે ‘ખ’ને આ જ સવાલ પૂછ્યો. તેને આગળ ‘ગ’ની ટોપી દેખાતી હતી; છતાં તે પણ જવાબ ન આપી શક્યો. છેલ્લે માસ્તરે ‘ગ’ને આ જ સવાલ પૂછ્યો. તેને કોઈ ટોપી દેખાતી ન હતી, છતાં તેણે ફટ કરતાંકને પોતાની ટોપીનો રંગ બતાવી દીધો. ————————— હવે તમારે જવાબ આપવાનો છે –
પિંગબેક: ટોપીનો રંગ – જવાબ | હળવા મિજાજે