ડો. મયુરના ક્લિનિકમાં એક અજીબોગરીબ કેસ આવ્યો. ત્રણેક વર્ષનો એક છોકરો ઊભો થઈને ચાલવા જાય અને પડી જાય. તેનાં માબાપે ચિંતિત સ્વરે છોકરાનો કેસ ઈમરજન્સીમાં હાથ ઉપર લેવાની વિનંતી કરતાં ડોક્ટરે તપાસ રૂમના ટેબલ ઉપર સુવાડેલા છોકરાનું બી.પી. માપવાનું શરૂ કર્યું. પાસે જ ઊભેલી નર્સે ડોક્ટરને કહ્યું, ‘સર, મારું કહેવું માનો અને આ જુઓ તો ખરા!’
ડોક્ટરે ગુસ્સામાં કહ્યું, ‘વધારે દોઢડાહી થવાની જરૂર નથી. મને કામ કરવા દે.’
નર્સ : પણ સર, મારી વાત એક વાર તો સાંભળો.
ડોક્ટર : અલ્યા કમ્પાઉન્ડર, આ નર્સને બહાર લઈ જા. મને મારા કામમાં ડિસ્ટર્બ કરે છે.
કમ્પાઉન્ડર અંદર આવતાં ટેબલ ઉપરના છોકરા ઉપર એક નજર નાખતાં નર્સને બાવડેથી પકડીને બહાર ખેંચી જાય છે.
ઓરડાની બહાર ઊભેલાં માબાપને સંબોધીને નર્સે કહ્યું, ‘તમારા લોકોમાં અક્કલ જેવું કંઈ છે કે નહિ? વળી અમારો ડોક્ટર તો મારી વાત સાંભળવા પણ તૈયાર નથી. અલ્યા ભગાભાઈ, ડોક્ટર બિચારા છોકરાને બિનજરૂરી ઈન્જેક્શન આપી દેશે. તમે અંદર જઈને કહી દો કે ‘છોકરાના પાટલુનના એક જ પાયચામાં બેઉ પગ છે!!!’
–વલીભાઈ મુસા
પેન્ટના પાયચા ફાટે તો કપાવીને કેપ્રી અને કેપ્રી ગોઠણથી ફાટે તો કપાવીને ચડ્ડી બનાવે એવા દૂબળા કાળા રાંટા પગમાં ચડ્ડીના પાયચા લફડ – ફફડ થાય તેવા છોકરાના પાટલુનના એક જ પાયચામાં બેઉ પગ ! નર્સ વાતે યાદ આવે Primum non nocere First Do No Harm is a 1997 American made-for-television drama film directed by Jim Abrahams about a boy whose severe epilepsy, unresponsive to medications with terrible side effects, is controlled by the ketogenic diet. Aspects of the story mirror Abrahams’ own experience with his son Charlie.
LikeLike
બધા આંધળા!
LikeLike