એક પતિ તેની પત્ની સાથે વફાદાર ન હતો. પત્ની ખૂબ જ કંટાળી ગઈ હતી અને ઇચ્છતી હતી કે તે તેનાથી છૂટકારો મેળવે
તેની પાસે પતિથી છૂટવાના બે વિકલ્પ હતા, કાં તો તે છૂટાછેડા મેળવે અથવા તેનું ખૂન કરી દે. પહેલા વિકલ્પમાં તેણીને તેનાં માબાપની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકવી પડે તેમ હતી અને બીજા વિકલ્પમાં તેને આજીવન કેદ અથવા ફાંસીની સજા થાય તેમ હતી.
તે દરરોજ રાત્રે સૂતી વખતે ઈશ્વરને પ્રાર્થના કરતી હતી કે દયાળુ એ ઈશ્વર કોઈક માર્ગ કાઢે કે જેથી તેના પતિનો કાંટો નીકળી જાય અને શેષ જીવન શાંતિથી પસાર થઈ જાય.
ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી હોય તેમ એક દિવસે રસ્તે ચાલતાં તેણીને એક જૂનો દીવડો મળ્યો. દીવડાને ઘસતાં તેમાંથી જીન પગટ થયો. જીને ત્રણ વરદાન માગવાનું કહ્યું, પણ શરત એ હતી કે તે જે કંઈ માગશે તેનાથી બમણું તેના પતિને મળશે.
તેણી મૂંઝવણમાં પડી ગઈ, કેમ કે તેણીને તો પતિથી છૂટકારો મેળવવાનો હતો અને અહીં તો તેને બેવડો ફાયદો થવાનો હતો. આમ છતાંય તેણે જીનની વાત સ્વીકારી લીધી. તેણે પહેલા વરદાનમાં ખૂબ ધનદોલત માગી, જે તેને મળી ગઈ અને સાથે ને સાથે તેણીના પતિને પણ બમણી ધનદોલત પ્રાપ્ત થઈ ગઈ. બીજા વરદાનમાં તેણે સૌંદર્યમય યુવાની માગી, જે તેને મળી ગઈ અને તેનો પતિ પણ બમણો સૌંદર્યવાન યુવાન બની ગયો.
જીને તેણીને યાદ અપાવી કે ‘હવે છેલ્લું એક જ વરદાન બાકી છે, માટે સમજીવિચારીને માગજે.’
પેલી બાઈ મૂંઝવણમાં મુકાઈ તો ગઈ, પણ અચાનક તેના દિમાગમાં એક વિચાર સ્ફૂર્યો અને તેણે ત્રીજા વરદાનમાં માગી લીધું કે ‘મારી હવે બચેલી જિંદૅગી અડધી થઈ જાય.’
જીને ત્રીજા વરદાનને સ્વીકારી લીધું કે તરત જ પેલી બાઈ ઉપર તેની પાડોશણનો ફોન આવી ગયો કે તેના પતિનું અચાનક અવસાન થયું છે!
(યથોચિત ફેરફારસહ ભાવાનુવાદ)
-વલીભાઈ મુસા
સૌજન્ય : બા-બામેઈલ
પત્ની સાથે વફાદાર ન હતો
જિંદગી આખી રડાવી છે મને –
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવી ફસાવી છે મને,
જે નથી મારા બન્યા, એની બનાવી છે મને,
LikeLike
સ્માર્ટ બાનુ !
LikeLike