એક યુવાન શરીરે એવો કમજોર હતો, જાણે કે હાડપિંજર! તે જ્યારે બજારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક ખૂબસૂરત યુવતીએ પોતાની કિંમતી કાર તેની પાસે હળવેકથી ઊભી રાખીને તેને પોતાના નિવાસ સ્થાને આવવાનું નિમંત્રણ આપતાં કારમાં બેસી જવાનું કહ્યું.
પેલો યુવક હતપ્રભ બની ગયો તેમ છતાંય તેણે મનોમન હસીન ખ્વાબ જોતાં વિચાર્યું કે કાશ એ યુવતી સાથે તેનાં લગ્ન થઈ જાય તો માલામાલ થઈ જવાય અને પોતે એશોઆરામની જિંદગી જીવી શકે. તે પળનો પણ વિલંબ કર્યા વગર કારમાં બેસી ગયો.
પેલી યુવતીનો બંગલો આલીશાન હતો અને કેટલાય નોકરચાકર આમથી તેમ ફરી રહ્યા હતા. આ મહાશયને ડ્રોઈંગ રૂમમાં બેસાડીને પેલી યુવતી તેના માસ્ટર બેડરૂમમાં જઈને બે છોકરાઓને લઈ આવી અને પેલા યુવકને બતાવતાં બોલી, ‘જુઓ દીકરાઓ, તમે બોર્નવીટા નહિ પીઓ તો આમના જેવા સુકલકડી થઈ જશો!’
સૌજન્ય : હિન્દી જોક્સ એન્ડ શાયરી (ફેસબુક)
-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
Had she offered him [ the guest ] Bournvita milk ?
LikeLike
બોર્નવીટા નહિ પીઓ તો આમના જેવા સુકલકડી થઈ જશો!’
બન્નેને થ ઇ અસર
LikeLike