માનવતાના સ્પર્શ

એક યુવાન એના પિતાજીની સાથે બેંકમાં ગયો. યુવાનના પિતાજીને થોડી રકમ ક્યાંક ટ્રાન્સફર કરવાની હતી. બેંકમાં થોડો વધારે સમય લાગવાથી યુવાન અકળાયો અને એના પિતાજીને પૂછ્યું કે તમે ઈન્ટરનેટ બેકિંગ સુવિધાનો વપરાશ કેમ નથી કરતા?, તમારો મોબાઈલ ફોન આપો હું તમને ઈન્ટરનેટ બેકિંગ શરુ કરી આપું”

એના પિતાજીએ સામે પૂછ્યું “બેટા મારે ઈન્ટરનેટ બેન્કિંગ શા માટે શરુ કરવું જોઈએ?.”

યુવાને ખુબજ ઉત્સાહિત થઇને જવાબ આપ્યો “પિતાજી, ઈન્ટરનેટ બેન્કિંગ શરુ કર્યા પછી તમારે મની ટ્રાન્સફર જેવી વસ્તુઓ માટે અહીં બેંકમાં નહીં આવવું પડે અને તમે તમારી જરૂરીયાતની વસ્તુઓની ખરીદી ઓનલાઇન પણ કરી શકશો. બધું ખૂબ જ સરળ થઈ જશે!”

પિતાજી એ સામે પૂછ્યું “તો આ સુવિધા શરુ કર્યા બાદ મારે ઘરની બહાર નહિ નીકળવું પડે, બરાબર ને?”

યુવાને જવાબ આપ્યો “હા હા, ક્યાય જવાની જરૂર નથી અને ઘર વાપરશની તમામ વસ્તુઓ પણ તમને ઘરના દરવાજે જ મળી શકે છે. ઘણાબધા ઓનલાઈન પ્લેટફોર્મ આ સુવિધા આપી રહ્યા છે.

ત્યારબાદ એના પિતાજીનો જવાબ સાંભળીને યુવાનની જીભ બંધાઈ ગઈ.

એના પિતાજીએ કહ્યું “બેટા, હું આજે આ બેંકમાં દાખલ થયો ત્યારથી, હું મારા ચાર મિત્રોને મળ્યો છું, મેં સ્ટાફ સાથે થોડીવાર ગપસપ કરી જે મને અત્યાર સુધી સારી રીતે ઓળખે છે. મને બેંકમાં આવવું ગમે છે અને મારી પાસે પુરતો સમય પણ છે, જે આત્મીયતાના સબંધ હું ઇચ્છું છું એ મને અહિયાં મળે છે. તને યાદ છે બે વર્ષ પહેલા જયારે હું બીમાર પડ્યો ત્યારે પેલા ફળોની દુકાનવાળા ભાઈ, જેની પાસેથી આપણે ફળો ખરીદીએ છીએ મને મળવા આવ્યા હતા અને અને *મારી પથારી પાસે બેસીને રડ્યા હતા. થોડા દિવસો પહેલા મોર્નિંગ વોક કરતી વખતે તારા મમ્મી પડી ગયા હતા ત્યારે આપણી બાજુની શેરીના કરીયાણાની દુકાનવાળા ભાઈ દોડીને ત્યાં પહોચ્યા હતા, હોસ્પિટલ લઇ ગયા હતા અને સારવાર કરાવીને ઘરે મૂકી ગયા હતા કારણ કે એ મને ઓળખતા હતા અને આપણા ઘરનું સરનામું પણ જાણતા હતા. સોસાયટી ના નાકા આગળ આવેલ કોમ્પ્લેક્સમાં આવેલ મેડિકલ સ્ટોર વાળા જોઈએ તે દવા ઘરે પહોંચાડી અને કઈ કામકાજ હોય તો જણાવશો તેવું આશ્વાસન આપતો રહ્યા.

આ આત્મીયતા ક્યાંથી મળે? જો બધું જ ઓનલાઈન થઇ જશે તો આવા “માનવતાના સ્પર્શ” ક્યાંથી મળશે?

શા માટે આપણે ફક્ત એવું જ ઇચ્છીએ કે બધું આપણા સુધી પોહચી જાય અને આપણે ફક્ત મોબાઈલફોન અને કોમ્પ્યુટર સાથે જ વ્યવહાર કરીએ?. આપણી આજુબાજુના લોકો ફક્ત વસ્તુ વેંચનાર નથી, તેઓ ખરીદીની* *સાથે સાથે માનવ સબંધોના સાચા સ્પર્શ પણ આપે છે, જેની આજના દરેક વ્યક્તિને ખુબજ જરૂર હોય છે. શું ઓનલાઈન પ્લેટફોર્મ આવી સ્પર્શભરી સુવિધા આપી શકશે?”

યાદ રાખો…
ફક્ત ટેકનોલોજી એ જીવન નથી…
આજુબાજુના લોકો સાથે સમય પસાર કરો, માત્ર ઉપકરણો સાથે નહિ.

સૌજન્ય : ચેતન વ્યાસ
-અજ્ઞાત ( પ્રાપ્તિ સ્થાન: વોટ્સએપ)

One thought on “માનવતાના સ્પર્શ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s