વલ્દવાણી-ણીવાલ્દવ (જીવનસાથીની વરણી)

જીવનસાથીની પસંદગીના કિલ્લાને આસાનીથી સર કરવા આપણે કઈ કઈ સાવધાનીઓ વર્તવી જોઈએ અને કયા કયા માપદંડોને અનુસરવું જોઈએ. વચ્ચે એક જોખમી પરિબળની સ્પષ્ટતા કરી લઉં કે અહી આપવામાં આવનાર આડકતરાં સૂચનો એ માત્ર સૂચનો જ છે, કોઈ ચુસ્ત નિયમો કે અધિનિયમો રૂપે તેમને સમજવાનાં નથી. બીજું, આ મંતવ્યો કે વિચારો માત્ર ગોઠવણીથી કરવામાં આવતાં લગ્નોને જ લાગુ પડે છે, પણ જે કોઈ યુગલો પ્રેમપ્રકરણના પરિણામ રૂપે પ્રેમલગ્નથી જોડાવાની મહેચ્છા ધરાવતાં હોય તેઓ આવાં ધોરણોને જાળવવા કે પાળવાથી સાવ મુક્ત છે. મારા માર્ગદર્શક વક્તવ્યને સહાયક એવાં કેટલાંક અવતરણો કે વર્ણનો હવે આપને વાંચવા મળશે જેના વિષે આપે પોતે જ ઊંડો વિચાર કરી લઈને તેમાં રહેલાં ગર્ભિત સૂચનોને તારવી લેવાં પડશે. મને ખાત્રી છે કે અવતરણોમાં કરવામાં આવેલા પરોક્ષ ઈશારાઓને આપ ધ્યાનમાં લેશો, તો આપ જીવનસાથીની પસંદગી શાણપણપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકશો અને જેના થકી આપનું ભાવી વિવાહિત જીવન શાંતિમય અને સુખમય નીવડશે જ. હવે, આગળ વાંચો :
(૧) ‘કોઈ પણ શાણું પક્ષી કદીયે કેદી બનશે નહિ, ભલે ને પછી તેને પકડવા માટેની જાળ રેશમના દોરાઓથી ગૂંથવામાં આવી હોય!’ (એક પર્શિયન કાવ્યકંડિકા)
(૨) ‘શા માટે આપણે એવી ચિંતા કરવી જોઈએ કે બ્રેડ (પાઉંરોટી) ના કયા ભાગે માખણ લગાવવામાં આવ્યું છે, જ્યારે કે આપણે તેના બંને ભાગ ખાઈ જ જવાના હોઈએ!’ (કોઈક અજાણ્યો સ્રોત)
(૩) ‘ભલે આપણા મગજમાં પ્રશ્નોની હારમાળા ખડી થઈ જાય, પણ આપણે તેમાંથી ફક્ત ખૂબ જ અગત્યના પ્રશ્નો તારવી કાઢવા જોઈએ અને તેમના જ જવાબો શોધી કાઢવાની કોશિશ કરવી જોઈએ.’ (લેખક)
(૪) ‘એવી કોઈ વ્યક્તિને પરણશો નહિ, જેની સાથે તમે ત્રણ દિવસની લાગલગાટ બસની સફર કરી શકો નહિ!’ (અજાણ્યા સ્રોતનું રમુજી કથન)
(૫) ‘જીવનસાથીની પસંદગીમાં વ્યક્તિ સ્વતંત્ર છે કે કાં તો પોતે અંતરાત્માના અવાજને અનુસરે અને માતાપિતા કે સમાજ સામે બંડ પોકારે, કે પછી તેમના આગળ ઘૂંટણિયાં ટેકવીને પોતે શરણે થઈ જાય!’ (લેખક)
(૬) ‘પોતાની કોઈપણ સમસ્યા માટે વ્યક્તિ પોતાના ખુદના જ શ્રેષ્ઠ નિર્ણયને ઉપયોગમાં લે તેમાં જ શાણપણ છે.’ (લેખક)
(૭) “Divorce – Legal, but undesirable!” (લેખકનો ૨૭-૦૫-૨૦૦૭નો અંગ્રેજીમાં આર્ટિકલ) તથા “છૂટાછેડા, કાયદેસર પણ અનિચ્છનીય” (લેખકનો ૧૯-૧૨-૨૦૦૯ નો ગુજરાતીમાં અનુવાદિત આર્ટિકલ). જો આ આર્ટિકલ વાંચવાના રહી ગયા હોય, તો લેખકનું નમ્ર સૂચન છે કે સમય કાઢીને પણ વાંચવા જેવા ખરા! આ વિચિત્ર નથી કે ‘ગાડાની પાછળ બળદને જોતરવો!; એટલે કે, ‘લગ્ન પહેલાં છૂટાછેડા!’ની વાત કરવી? પણ, આ તો પાણી પહેલાં પાળ બાંધવા જેવું છે.
(૮) “No life without wife” (પત્ની વગર જીવનનો કોઈ અર્થ નહિ!) એ સાચું; પણ, “A bad wife is a good knife to cut a married life easily” is equally true. (ખરાબ પત્ની એ સારું ચપ્પુ છે કે જે આસાનીથી વિવાહિત જીવનને કાપી શકે!) એ પણ એટલું જ સાચું છે! સાથે સાથે એ પણ યાદ રાખવું ઘટે કે ‘ખરાબ પતિ’ પણ મોટું ચપ્પુ (Bigger knife) બની શકે, જે આંખના પલકારામાં બધું જ ખતમ પણ કરી શકે!’ (લેખક)
(૯) ‘ચહેરા ઉપર કૃત્રિમ હાસ્ય ધારણ કરી રાખવું’ તે એક કળા છે અને વિવાહિત જીવનમાં નિષ્ફળ પતિએ કે પત્નીએ ઈચ્છાએ કે અનિચ્છાએ તે કળા પ્રદર્શિત કરતા જ રહેવું પડે!’ (લેખક)
(૧૦) ‘નાટક એનું નામ જેમાં જીવનના નીરસ ભાગોને કાઢી નાખવા પડે!’ (આલ્ફ્રેડ હિચકોક – Alfred Hitchcock); પણ આને આમ પણ વાંચી શકાય કે ‘જીવન એક એવું નાટક છે જેમાં નીરસ ભાગોને કાપી નાખવામાં આવતા નથી! (લેખક)
(૧૧) ‘પતિ અને પત્ની વચ્ચે એકબીજાથી કોઈ ગુપ્તતાઓ રહેવી જોઈએ નહિ. લગ્નના બંધન વિષેનો મારો ખૂબ ઊંચો મત છે. મારું માનવું છે કે પતિપત્નીએ એકબીજામાં ઓતપ્રોત થઈ જવું જોઈએ. તેઓ બેમાં એક અને એકમાં બે રહેવાં જોઈએ. (મહાત્મા ગાંધી)
(૧૨) ‘પ્રેમનો અર્થ એ નથી કે બંનેએ માત્ર એકબીજાની તરફ જોઈ રહેવું જોઈએ, પણ સાચું તો એ છે કે તેમણે સાથે મળીને એક જ દિશામાં જોવું જોઈએ.’ (એન્થની ડી સેંટ એક્ષ્યુપરી – Antonne de Saint-Exupery)
(૧૩)’એવી વ્યક્તિને પરણો નહિ કે જ્યાં તમે માનતા હો કે તમે તેની સાથે જ જીવી શકશો; પણ ખરેખર તો તેને જ પરણો કે જેના વગર તમે જીવી શકો નહિ.’ (ડો. જેમ્સ સી. ડોબ્સન – Dr. James C. Dobson)
(૧૪) ‘સફળ લગ્નજીવનનો તકાજો એ છે કે માણસે વારંવાર એની એ જ વ્યક્તિ સાથે પ્રેમમાં પડવું પડે!’ (મિગ્નન મેકલાફલીન – Mignon McLaughlin)
(૧૫) ‘લગ્ન એ પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એક એવો સંબંધ છે કે જેમાં બંનેને સ્વાવલંબન સરખું હોય, પરાવલંબન અરસપરસ હોય અને આભારવશતા એકબીજાની આપલે રૂપે હોય.’ (લુઈસ કે. અન્સપેકર – Louis Anspacher)
(૧૬) ‘સંબંધો અને લગ્નો ત્યારે જ નષ્ટ થાય છે જ્યારે કે એક પાત્ર શીખવાનું, વિકસવાનું અને વૃદ્ધિ પામવાનું ચાલુ રાખે છે અને બીજું પાત્ર સ્થિર ઊભું રહે છે.’ (કેથરિન પલ્સીફર – Catherine Pulsifer)
(૧૭) ‘પરીણિત જીવન (Wedlock)માં મુશ્કેલી એ હોય છે કે તેમાં પરણેલા હોવાનું (Wed) ઓછું અને બંધન (Lock) વધારે હોય છે.’ (ક્રિસ્ટોફર મોર્લે – Christopher Morley)
દરમિયાન, ઉપરોક્ત અવતરણો અને વર્ણનોમાં છુપાએલા વિચારોના ઊંડાણમાં ડુબકીઓ મારવા આપ સૌને છોડી દઈને અત્રેથી હું વિદાય લઈશ,

– વલીભાઈ મુસા

(લેખકના ‘જીવનસાથી’ લેખમાંનો ઉત્તરાંશ)

3 thoughts on “વલ્દવાણી-ણીવાલ્દવ (જીવનસાથીની વરણી)

  1. (૨) ‘શા માટે આપણે એવી ચિંતા કરવી જોઈએ કે બ્રેડ (પાઉંરોટી) ના કયા ભાગે માખણ લગાવવામાં આવ્યું છે, જ્યારે કે આપણે તેના બંને ભાગ ખાઈ જ જવાના હોઈએ!’ (કોઈક અજાણ્યો સ્રોત)

    ખળ ખળાટ હસ્યા.વાતતો સાચી , આવી ચિંતા કરવાવાળા પણ હોય છે!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s