મૂળ કોયડો :
પહેલી વાર મફતમાં મળે. બીજી વાર પણ મફતમાં મળે. ત્રીજી વાર પૈસા ખર્ચવા પડે. બોલો એ વસ્તુ કઈ?
ઉત્તર :
કેફી પદાર્થ (Narcotics)નું સેવન
***
સહયોગીઓ : કમલ જોશી [ ખેલદિલી સાથે કબુલ કરવાનું કે, એમનો જવાબ અમારા ધારેલા જવાબ કરતાં વધારે યોગ્ય છે ! ]
દાંત
થોડીક ચોખવટ
અમે આ કોયડો મૂક્યો ત્યારે, નશાકારક પદાર્થના વધતા જતા દૂષણ સામે જાગૃતિ લાવવાનો આશય હતો. અંધારી આલમના દુષ્ટ તત્વો આપણી નવી પેઢીને એક બે વખત મફત સેવન કરાવીને એમને કાયમી બંધાણી બનાવી દે છે – એની સામે લાલબત્તી ધરવા આશય હતો.
પણ કમલ ભાઈનો જવાબ વધારે સારો છે – ત્રણ વખત દાંત –
- દુધિયા દાંત
- કાયમી કુદરતી દાંત
- ચોકઠું કે ઇંપ્લાન્ટ