

માધ્યમિક શાળાના વિદ્યાભ્યાસમાં ભણવામાં આવ્યું હશે કે મોગલ બાદશાહ જહાંગીરે મહેલની બહાર ઘંટ લટકાવ્યો હતો, જેને કોઈ પણ પ્રજાજન કોઈ પણ સમયે ન્યાય મેળવવા વગાડી શકતો હતો. ગઈકાલે મારા પોતરા ડો. રમીઝ મુસાની નવી ટાટા ઈલેક્ટ્રિક કારની ડિલિવરી લેવા ગાંધીનગર ખાતેના ડિલર ‘હરસોલિયા બ્રધર્સ’ની અમે મુલાકાત લીધી હતી. ઉપરોકત સાઈનબોર્ડ ઉપર નજર પડતાં મેં સાથે આવેલા મારા બીજા મોસ્ટ જુનિયર પોતરા આબિસને ફોટો પાડવાનો ઈશારો કર્યો અને કામ થઈ ગયું. સ્ટાફ અને ગ્રાહક વચ્ચે અનિચ્છનીય કોઈ વાદવિવાદને ખાળવા માટેનો આ નવતર ખ્યાલ મને ગમ્યો. મને જે ગમ્યું તે મેં અહીં મારાં વહાલીડાં હમિજનો સાથે શેર કર્યું છે. હું પૂછું છું કે આપ સૌને આ ગમ્યું? જો હા; તો પ્રતિભાવ નહિ, તો લાઈક બટન દબાવશો ખરા?
Remake idiom : Old syrup in a new jar.
બધાંને અહીં જોઈને હરખ હરખ થઈ ગયો
LikeLike
ભોજન બાદ અમે પણ ઘંટડી વગાડી
LikeLike