મેઘવિરામે,
છત્તર સમેટતાં,
જાણ્યું ખોવાણી!
સામાન્ય રીતે ચોમાસામાં છત્રીઓ ભુલાઈ જતી હોય છે. જ્યારે વરસાદ વરસવો શરૂ થાય, ત્યારે જ આપણને આપણી ભુલાયેલી છત્રી યાદ આવતી હોય છે. પરંતુ, જગતમાં એવા પણ ધૂની માણસો હોય છે કે ધોધમાર વરસાદમાં પલળતા ચાલ્યા જતા હોય કે ઊભા ઊભા પલળતા હોય અને વરસાદ બંધ થયેથી છત્રી બંધ કરવા તેઓ ડાબા હાથે છત્રીનો હાથો પકડીને તથા જમણો હાથ ઊંચો કરીને છત્રી બંધ કરવા માટેની કળ દબાવવાની ચેષ્ટા કરવા જાય, ત્યારે જ તેમને ભુલાયેલી છત્રીની યાદ આવતી હોય છે !
આવા કેટલાક નમૂનાઓના થોડાક વધુ નમૂના જોઈએ!!!
ભરચક બસમાં એક હાથમા પુસ્તકો અને બીજા હાથે સળિયો પકડીને ઊભેલા Absent Minded પ્રોફેસરે ટિકિટ લેવા માટે ખિસ્સામાંથી પૈસા કાઢવા કન્ડક્ટરની સળિયો પકડી રાખવાની મદદ માગતાં પેલાએ ‘જરૂર, જરૂર, કેમ નહિ’ કહેતાં સળિયો પકડી લીધો અને બસ ખાડામાં ખાબકતાં પ્રોફેસરની શી વલે થઈ હશે તે તો તેઓ જ જાણે! બાકી, કંડક્ટરે તો સળિયો મજબૂતીથી પકડી રાખેલો જ હતો!
શેઠે હાથમાં Walking Stick સાથે પોતાના ખંડ તરફ જતાં નોકરને પીવાનું પાણી આપી જવાની સૂચના આપી. ટ્રેમાં પાણી સાથે નોકર ખંડમાં પ્રવેશે છે તો તેના આશ્ચર્ય વચ્ચે પલંગ ઉપર આડી Walking Stick પડેલી છે અને શેઠ બારણા પાસેના ખંડના ખૂણામાં ઊભેલા છે.
ઘણાએ (જાહેરમાં ધૂમ્રપાન નિષેધના કાયદા પહેલાં) ધૂમ્રપાન કરનારાઓને મોઢામાં દિવાસળી અને બીડી કે સિગારેટને ખોખાની ખરબચડી સપાટી સાથે ઘસતા જોયા હશે! [કડક સૂચના : ધૂમ્રપાન તંદુરસ્તી માટે હાનિકર્તા છે. કડક સૂચના પૂરી!]
-વલીભાઈ મુસા
ભુલકણા સમ્રાટ !
LikeLike
છત્રી આ એક લથબથ
છે બે જીવ એક વાછટ.
પલળવાની તો છે મૌસમ
છોડો શરમ હવે નાહક.
આ યુગ્મે જગા નથી જરા
છલોછલ છે અહીં ચાહત.
લગભગ સૂકી ક્ષણો માટે
ભીંજતી પળ બની રાહત.
એક કપ ચા કરીને અડધી
આ નયનો એ રચ્યું તારક.
~ નિલેશ બગથરિયા
LikeLike