તવ ઉંબરે
થૈ પગલૂછણિયું
સ્પર્શું તળિયાં!
‘દુનિયાના શાહ’ (શાહજહાં)એ પ્રેમના પ્રતીક રૂપે મોમતાજ (મીણના તાજ!) માટે કંઈક ઘુમ્મટ અને મિનારાવાળી કબર બનાવી તેવું હમણાં હાદ ઉપર વાંચવામાં આવ્યું છે! લખનારે ભલે લખ્યું; પણ અમારો વેધક સવાલ છે પેલા ‘દુનિયાના શાહ’ભાઈને, કે તેમણે પ્રજાના પૈસે કંઈક બનાવ્યું તો ખરું, પણ તેઓ પોતે મોમતાજની યાદમાં કંઈ બન્યા ખરા? ફકીર, જોગી, જતિ, ફૂલ, અગરબત્તી, મીણબત્તી, દિવાસળીની પેટી વગેરેમાંથી ગમે તે કંઈ!
પ્રેમદીવાનાઓ કે પ્રેમદીવાનીઓની અવનવી આરજુઓ કે પરિકલ્પનાઓથી આપણે સુવિદિત છીએ; કોઈ પ્રિયતમાના આંગણિયે મોર બનીને કલા કરવા ચહે, તો કોઈ પ્રિયતમના ઘરના છાપરે કોયલ બની ટહુકવા માગે; કોઈ ફૂલ બની ફોરમ ફેલાવવા ઇચ્છે, તો વળી કોઈ આ, તે કે પેલું થવા ઝંખે!
આપણા હાઈકુ-હીરો(Hero)એ માશુકાના ઉંબરે પગલૂછણિયું બનવાની તમન્ના કરી છે. તેઓશ્રી એ તુચ્છ વસ્તુ બન્યા કે ન બન્યા એ વાત બે નંબરમાં, પણ તે બનવા માટેનો ઈરાદો તો તેમણે અવશ્ય કર્યો છે!
-વલીભાઈ મુસા
પણ એ તો એને ધોઈ નાંખશે !
LikeLike