એક માણસ તેના ફેમિલી ડોક્ટર પાસે ગયો અને કહ્યું, ‘મારે પોતાને જ ઘરમાં જે કામ કરવાનાં હોય તે હું કરી શકવા માટે અશક્તિમાન છું.’
ડોક્ટરે તેની તપાસ પૂરી કરી લીધી કે તરત જ આગળ કહ્યું, ‘ડોક્ટર, મને સરળ અંગ્રેજીમાં કહી દો કે મને શું થયું છે?’
ડોક્ટર : ભલે, સરળ અંગ્રેજીમાં કહી દઉં તો તમે માત્ર આળસુ જ છો, બીજું કંઈ નહિ!
માણસ : સારું, તો મને મારી સારવારની પ્રક્રિયા સમજાવી દો કે જેથી તે હું મારી પત્નીને કહી શકું!
(ભાવાનુવાદ)
-વલીભાઈ મુસા
સૌજન્ય : બા-બામેઈલ
* * *
આવી જ વાત :
એક આળસુનો પીર બોરડીના ઝાડ નીચે આરામ ફરમાવી રહ્યો હતો, ત્યાં તો ટપ દઈને એક સરસ મજાનું પાકું બોર તેની છાતી ઉપર પડ્યું. તેણે છાતી ઉપરથી બોર ઉપાડી લઈને મોંઢામાં મૂકી દેવાનું હતું, પણ તે શરીરે સાજોનરવો હોવા છતાં રસ્તેથી કોઈકના પસાર થવાની રાહ જોઈ રહ્યો હતો. થોડીવારમાં ઊંટ ઉપર સવાર થઈને એક માણસ પસાર થતો હતો, તેને જોઈને પેલાએ કહ્યું, ‘અરે ભાઈ, જરા મહેરબાની કરીને મારી છાતી ઉપરના બોરને મોંઢામાં મૂકીને જા ને!’
ઊંટસવારે ગુસ્સામાં કહ્યું, ‘કેમ, હાથે લકવો લાગી ગયો છે કે મને ઊંટ ઉપરથી ઊતરીને તને બોર ખવડાવવાનું કહે છે?’
‘જા જા, ચાલતી પકડ. તું એક નંબરનો આળસુ લાગે છે. તને ઊંટ ઉપરથી ઊતરીને મારું આટલું કામ કરતાં પણ જોર આવે છે!’ પેલાએ કહ્યું અને મનોમન બબડ્યો, ‘મારો બેટો, સાવ નક્કામો નીકળ્યો!’
-વલીભાઈ મુસા
આપણે આવા આળસુ થઈ શકીએ તો કેવું સારું ? !
LikeLike