મનભાવન જોક્સ – ૩૬ : મધમાખીનો ડંખ

એક માણસ દોડતો દોડતો ડોક્ટર પાસે જઈને બૂમ પાડી ઊઠ્યો, ‘ડોક્ટર, ડોક્ટર, મને મદદ કરો. મને એક મધમાખીએ ડંખ માર્યો છે અને મને ખૂબ જ વેદના થઈ રહી છે.’

ડોક્ટર : ચિંતા કરશો નહિ. હું તેના ઉપર ક્રિમ મૂકી દઉં છું.’

દર્દી : એ તમને ક્યાંય નહિ મળે. હાલ સુધીમાં તો તે માઈલો દૂર ઊડી ગઈ હશે!’

ડોક્ટર : અરે, ભલા માણસ, તમે મારી વાત સમજ્યા નથી લાગતા! હું એ જગ્યાએ ક્રિમ મૂકીશ કે જે જગ્યાએ તમને માખી કરડી હતી.’

દર્દી : ઓહ, ડોક્ટર ! એ મારા ઘરના પાછળના ભાગના બગીચામાં કરડી હતી.’

ડોક્ટર (મૂંઝવણ અનુભવતાં) : અરે, જેન્ટલમેન, મારો કહેવાનો મતલબ છે કે તમારા શરીરના કયા ભાગ ઉપર માખી કરડી છે?’

દર્દી (ઊંકારા કરતાં) : મારી આંગળી ઉપર. અને ડોક્ટર, મને ખૂબ જ બળતરા થાય છે.

ડોક્ટર : કઈ?

દર્દી: એ તો હું કઈ રીતે કહી શકું? બધી મધમાખીઓ મને તો એક જેવી જ દેખાતી હતી!

(ભાવાનુવાદ)

-વલીભાઈ મુસા

સૌજન્ય : બા-બામેઈલ

* * *

અખાવાણી :

આંધળો સસરો ને શણગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સહુ
કહ્યું કંઈ ને સમજ્યું કંઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું
ઊંડો કુવો ને ફાટી બોક, શિખ્યું સાંભળ્યું સર્વે ફોક

(શણગટ = ઘુમટો તાણેલી સ્ત્રી)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s