મનભાવન જોક્સ – ૨૮

પોલીસ ખાતાના ડિટેક્ટીવ ઘણીવાર નક્કી કરી શકતા નથી હોતા કે જે તે શંકાસ્પદ વ્યક્તિ ખરેખર ગુનેગાર છે કે કેમ? શહેરમાં એક માણસ તેની અસાધારણ દિવ્ય શક્તિ (Telepathy) વડે જે તે વ્યક્તિને જોવા માત્રથી જ કહી શકતો હતો કે તે ગુનેગાર છે કે નિર્દોષ! એક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પેલા ટેલિપથને તેના દાવાઓને ચકાસવા માટે બોલાવ્યો. સૌ પ્રથમ તેમણે એક શંકાસ્પદ વ્યક્તિને રજૂ કરી અને હજુ તેઓ કંઈક ફિડબેક આપે તે પહેલાં જ તે માણસને જોતાંવેંત જ પેલાએ કહી દીધું, ‘આ માણસે પિઝા ડિલીવરી બોયનું ખૂન કર્યું છે અને તે ખરેખર ગુનેગાર છે.’ થોડીવાર પછી તેમણે બીજા માણસને રજૂ કર્યો અને પેલાએ તરત જ કહી દીધું, ‘આ માણસ ઉપર એક બંગલામાં ચોરી કર્યાનો આક્ષેપ છે, પણ તે નિર્દોષ છે.’

પોલીસ અધિકારીઓ પેલા નિષ્ણાતના અભિપ્રાયથી આશ્ચર્યચકિત થઈ તો ગયા, પણ તેમને હજુય શંકા હતી કે એ માણસ અંદાજ લગાવીને ખોટું બોલી રહ્યો છે. છેવટે તેઓ એક સ્વરૂપવાન સ્ત્રીને પકડી લાવ્યા, જે સંપૂર્ણપણે નિર્દોષ હતી. તેમને એમ હતું કે પેલાની તુક્કાબાજી હમણાં જ ખુલ્લી પડી જશે. પરંતુ બધા અધિકારીઓના અચરજ વચ્ચે પેલાએ કહી દીધું, ‘આ ચોર છે અને એને ગિરફ્તાર કરી દો.’

એક ઓફિસરે કહ્યું,’તમારું પોલ પકડાઈ ગયું છે. અમે સાવ આ નિર્દોષ સ્ત્રીને તમારી કહેવાતી અગમ્ય ટેલિપથીની શક્તિને પારખવા તમારા આગળ રજૂ કરી છે.’ આમ કહીને પેલી સ્ત્રીને એ લોકોએ છોડી દીધી.

પેલા ટેલિપથે તરત જ કહ્યું, ‘તમારા લોકોની જગ્યાએ હું હોત તો તેને પકડી લેત! હું સાચું કહું છું કે એ ચોર છે.’

મુખ્ય અધિકારીએ પૂછ્યું, ‘શા આધારે તમે આમ ખાત્રીપૂર્વક કહી શકો?’

ટેલિપથે જવાબ આપ્યો, ‘તમારાં ખિસ્સાં તપાસી લો. તેણે સિફતપૂર્વક રસ્તામાં તમારું પોતાનું  જ વોલેટ ચોરી લીધું છે!’

(સંવર્ધિત ભાવાનુવાદ)

-વલીભાઈ મુસા

સૌજન્ય : Ba-bamail

* * *

ચૌરકર્મનું અવનવું :

આ જાણવા માટે તમારે આ લિંક ઉપર મારી ‘ચોરી’ વિષય ઉપરની વાર્તા ‘થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!’ વાંચવાની રહેશે. હું ખાત્રીપૂર્વક કહી શકું એમ છું કે આ વાર્તા તમને અંત સુધી એવા જકડી રાખશે કે તમારી ટિપોય ઉપરની ગરમાગરમ ચા ઠંડી થઈ જશે અને તમે વાર્તામાં ખોવાયેલા જ રહેશો. માનવામાં ન આવે તો મારી વાત ચકાસી જુઓ અને વાંચ્યા પછી વાર્તા પસંદ ન પડે, તો બીજીવાર વાંચશો નહિ અને કોઈને ભલામણ કરશો પણ નહિ!!! હાહાહા…હાહા..હા.

-વલીભાઈ મુસા

One thought on “મનભાવન જોક્સ – ૨૮

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s