મનભાવન જોક્સ – ૧૯

એમ કહેવાય છે કે ગમે તેવા હોશિયાર વકીલોએ પણ સાઉથની દાદીઓ સાથે કોર્ટકચેરીના મામલાઓમાં હાજરજવાબી અને સાવધાન રહેવું જોઈએ. સાઉથના એક નાના નગરમાં કોર્ટમાં ચાલતા એક કેસ અંગે સાક્ષી તરીકે દાદીમાને વિટનેસ બોક્ષમાં ઊભાં કરવામાં આવ્યાં. એટર્નીએ આગળ પૂછપરછ કરવા પહેલાં સહજ રીતે પૂછ્યું, ‘મેડમ, આપ મને ઓળખો છો?’

દાદીમા : હા હા, કેમ નહિ? હું તમને એક નાનકડો છોકરો હતા, ત્યારથી ઓળખું છું. સાવ સ્પષ્ટ કહું તો તમારી વર્તણૂકોએ મને નિરાશ કરી હતી. તમે જૂઠું બોલો છો અને તમારી પત્નીને પણ તમે છેતરી હતી. વળી તમે ઘણા માણસો વિષે તેમની પીઠ પાછળ ઘસાતું પણ બોલો છો. તમે એવા ભ્રમમાં રાચો છો કે તમે બુદ્ધિશાળી છો, પણ તમારામાં બે બદામ જેટલી પણ અક્કલ નથી. ઓફિસોમાં એક ટેબલથી બીજા ટેબલ ઉપર માત્ર ફાઈલો પસાર કરતા પટાવાળાથી પણ ઓછી કાર્યદક્ષતા તમે ધરાવો છો. હા, હું તમને બરાબરના ઓળખું છું. ‘

એટર્ની તેમની બ્લેક હિસ્ટ્રી સાંભળીને છોભીલા પડ્યા અને કશું જ ન સૂઝતાં તેમણે બચાવ પક્ષના એટર્ની વિષે પૂછ્યું, ‘તમે તેમને ઓળખો છો?’

દાદીમા : હા હા, તેમને પણ નાના હતા ત્યારથી ઓળખું છું. તેઓ એક નંબરના આળસુના પીર અને પિયક્કડ છે. તેઓ એટલા જ ઘમંડી પણ ખરા કે કોઈની સાથે સાધારણ સંબંધો બાંધી કે જાળવી શકે નહિ. આખા સ્ટેટમાં સાવ નિકમ્મી કહી શકાય તેવી તેમની એટર્ની તરીકેની પ્રેક્ટિસ છે. તેમણે તેમની પત્ની અને એ સિવાય ત્રણેક સ્ત્રીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. એ ત્રણમાંની એક તો હવે તમારી પત્ની છે. હા, હું તેમને પણ બહુ જ સારી રીતે ઓળખું છું.

આ બધું સાંભળીને ન્યાયાધીશના શરીરે પરસેવો વળી ગયો અને ચાલુ કાર્યવાહીમાં બ્રેક જાહેર કરીને તેઓ ચેમ્બરમાં જતા રહ્યા. તેમણે પેલા બેઉ એટર્નીઓને અંદર બોલાવીને ચેતવણી આપી કે, ‘તમારા બંનેમાંથી કોઈપણ ઇડિયટે એ દાદી મને ઓળખે છે કે નહિ એવો પ્રશ્ન પૂછ્યો, તો હું તમને ઈલેક્ટ્રિક ખુરશીમાં કરંટ આપીને મોત આપવાની સજા ફટકારીશ!’

(ભાવાનુવાદિત)

સૌજન્ય : બા-બામેઈલ

-વલીભાઈ મુસા (રજૂકર્તા)

* * *

ચહેરા ઉપર ચહેરા :

ચહેરા ઉપર ચહેરા ધારણ કરવામાં સૌ કોઈ માહિર હોય છે; તમે અને હું પણ તેમાં આવી જઈએ, હોં કે! જો આપણે આપણા મૂળભૂત દિવ્ય ચહેરાને જોઈ અને જાણી શકીએ, વળી તેને જાળવી પણ શકીએ; તો માની લેવું કે આપણે સાચા અર્થમાં જીવીએ છીએ. મારા આ મંતવ્યને ઉજાગર કરતી મારી એક વાર્તા ‘સહજ જ્ઞાન’ વાંચવાની માત્ર ભલામણ જ નહિ, આગ્રહ પણ કરું છું. ઈશ્વરે આપણને આપેલા દિવ્ય ચહેરાને આપણે કેવો ખરડી નાખતા હોઈએ છીએ કે આપણે તટસ્થભાવે તેને અવલોકીએ તો આપણને ખુદને જ ચીતરી ચઢે!

નોંધ :

‘સહજ જ્ઞાન’ પહેલાં તેની પ્રસ્તાવના (અંગ્રેજી અને ગુજરાતીમાં) છે, જે વંચાય તો સારું; કેમ કે આનાથી રસભંગ તો નહિ જ થાય, પરંતુ પૂર્વભૂમિકા અવશ્ય બંધાશે અને વાંચનભૂખ પણ જાગશે.

-વલીભાઈ મુસા

One thought on “મનભાવન જોક્સ – ૧૯

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s